કૃષિ મંત્રાલયમાં બોગસ નોકરી અપાવી દેવાનું કૌભાંડ પકડાયુંઃ સાતની ધરપકડ

September 19, 2018 at 10:48 am


પોલીસે એક જોબ રેકેટનો પદાર્ફાશ કર્યો છે જેમાં આેએનજીસીમાં નોકરી અપાવવાના નામે ઉમેદવારો પાસેથી રકમ પડાવવામાં આવતી હતી. સૌથી ચાેંકાવનારી વાત એ છે કે યુવાઆેના નકલી ઈન્ટરવ્યુ માટે ઉચ્ચ સુરક્ષાવાળા કૃષિ ભવનના સરકારી અધિકારીઆેના એક રૂમનો ઉપયોગ કરવામાં આવતો હતો. એ લોકોએ યુવાઆેને નોકરી અપાવવાના નામ પર કરોડો રૂપિયા પડાવ્યા હતાં. પોલીસે જણાવ્યું કે રેકેટ ચલાવવામાં એક સોફટવેર એન્જિનિયર, એક આેનલાઈન સ્કોલરશિપ ફર્મનો ડાયરેક્ટર, એક ગ્રાફિક ડિઝાઈનર, એક ટેકી અને એક ઈવેન્ટ મેનેજર સામેલ હતો. એ લોકોની મંત્રાલયના સ્ટાફ સાથે મીલીભગત હોવાનો ખુલાસો પણ થયો છે.
આ ગેંગે બહુ જ જોરદાર બંદોબસ્ત કરી રાખ્યો હતો. એ લોકોએ ગ્રામ્ય વિકાસ મંત્રાલયની ચોથી શ્રેણીના બે કર્મચારીઆેને પોતાની સાથે રાખ્યા હતાં જે મલ્ટીટાસ્કીગ સ્ટાફ હતો. પોલીસે જણાવ્યું કે એ બન્ને સ્ટાફ એ અધિકારીના ખાલી રૂમનો બંદોબસ્ત કરતા હતા જે રજા પર હોય પછી પીડિતોને નકલી ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવતા હતા. આરોપી ખુદને આેએનજીસીનો બોર્ડ મેમ્બર ગણાવતા અને ઈન્ટરવ્યું પણ લઈ લેવાતા ! ત્યારબાદ પીડિતોને નકલી જોબ લેટર્સ આપવામાં આવતો હતો અને રેકેટનો માસ્ટર માઈન્ડ તેની પાસેથી પૈસા વસૂલતો હતો.
તાજેતરમાં જ એ લોકોએ વિદ્યાર્થીઆેના એક ગ્રુપ પાસેથી 22 લાખ રૂપિયા પડાવી લીધા હતાં. આ અંગે આેએનજીસી તરફથી વસંતકુંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાેંધાવવામાં આવી કે આેએનજીસીમાં આસિસ્ટન્ટ એન્જિનિયરના પદ પર નોકરી અપાવવાના નામે એ લોકો સાથે ઠગાઈ કરવામાં આવી છે. મામલો નાેંધીને કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તપાસ બાદ એવો ખુલાસો થયો હતો કે પીડિતોને આેએનજીસીના સત્તાવાર ઈ-મેઈલ આઈડીમાંથી મેઈલ આવ્યા હતા અને કૃષિ ભવનમાં ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.
પીડિતોનો પરિચય રંધીરસિંહ નામના વ્યિક્ત સાથે કરાવવામાં આવ્યો હતો જેની આેળખ હવે કિશોર કૃણાલ તરીકે થઈ છે. પીડિતોના નિવેદન બાદ કોઈ મોટું સંગઠિત જૂથ આ મામલામાં સંડોવાયેલું હોવાની પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ રેકેટનો પદાર્ફાશ કરવા માટે એસીપી આદિત્ય ગૌતમ અને ઈન્સ્પેક્ટર રિછપાલસિંહ તથા સુનિલ જૈનના નેતૃત્વમાં એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી. બે મહિનાની ગહન તપાસ બાદ પોલીસને ગેંગનો પદાર્ફાશ કરવામાં સફળતા મળી હતી. એડિશનલ કમિશનર રાજીવ રંજને જણાવ્યું કે અમે આરોપીઆે પાસેથી 27 મોબાઈલ ફોન, 2 લેપટોપ, 10 ચેકબુક, નકલી આઈડી કાર્ડસ અને 45 સીમ કબજે કર્યા છે.
આરોપીઆેની આેળખ 32 વષ}ય કિશોર કૃણાલ, 28 વષ}ય વસીમ, 32 વષ}ય અંકિત ગુપ્તા, 27 વષ}ય વિશાલ ગોયલ અને 32 વષ}ય સુમન સૌરભ તરીકે થઈ છે. મંત્રાલયના સ્ટાફની આેળખ 58 વષ}ય જગદીશ રાજ અને 31 વષ}ય સંદીપ કુમાર તરીકે થઈ છે. વસીમ, અંકિત અને વિશાલ ઉત્તરપ્રદેશમાં રહે છે જ્યારે બાકીના આરોપી દિલ્હીના છે. અન્ય મુખ્ય આરોપી રવિ ચંદ્રા હજુ પોલીસના હાથમાં આવ્યો નથી.

Comments

comments

VOTING POLL