કેકેવી ચોક અન્ડરબ્રિજ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરતી મહાપાલિકા

September 11, 2018 at 3:09 pm


રાજકોટ મહાપાલિકાની વેસ્ટઝોન કચેરી હેઠળના વોર્ડ નં.8માં કાલાવડ રોડ પરના કેકેવી ચોકમાં અન્ડરબ્રિજ બનાવવા માટે અંતે ગઈકાલે ટેન્ડર પ્રસિÙ કરી દેવામાં આવ્યું છે. વોકહાર્ટ હોસ્પિટલ પાસેના સેન્ટમેરી સ્કૂલના પ્રથમ ગેઈટથી (સૂર્યોદય સોસાયટીમાં પ્રવેશવાના ડિવાઈડર ગેપ પાસેથી) અન્ડરબ્રિજ શરૂ થશે અને કેકેવી ચોકથી આગળ માઈલસ્ટોન એપાર્ટમેન્ટ નજીક રોયલ પાર્કમાં આવેલ સદ્ગુરુ પેલેસ કોમ્પલેક્સ પાસે પૂર્ણ થશે.

વધુમાં મહાપાલિકાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઈકાલે અન્ડરબ્રિજનું ટેન્ડર પ્રસિÙ થઈ ગયું છે અને એક મહિનામાં પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સી ફાઈનલ કરી દેવાશે. કુલ રૂા.19.91 કરોડના એસ્ટીમેટ સાથે પ્રાેજેક્ટ હાથ પર લેવાયો છે. ફોર લેન અન્ડરબ્રિજ બનશે જેની પહોળાઈ 7.50 મીટર અને લંબાઈ 441 મીટરની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આેવરબ્રિજ નીચે અન્ડરબ્રિજનું નિમાર્ણ કરવામાં આવી રહ્યું છે અને આ બ્રિજ નિમાર્ણ માટે એક પણ મિલકત કપાત નહી થાય તેવી વારંવાર મહાપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે પરંતુ મહત્ત્વપૂર્ણ છે કે સેન્ટ મેરી સ્કૂલ સામે આવેલા તુલીપ કોમ્પલેક્સ, સ્ટાર એપાર્ટમેન્ટ, પંચનાથ કોમશિર્યલ કોમ્પલેક્સ અને સાંઈબાબા કોમ્પલેક્સ તેમજ ત્યાંથી આગળ મહાલક્ષ્મી કોમ્પલેક્સ, કેકેવી હોલ, કામદગીરી કોમ્પલેક્સ અને ઉત્સવ પાર્ટી પ્લોટ તેમજ સામ્રાજ્ય એપાર્ટમેન્ટ સહિતના કોમશિર્યલ અને રહેણાક સંકુલોના માર્જિન અને ફ્રન્ટની જગ્યા દબાશે અને ત્યાં આગળ સવિર્સ રોડ બનશે !

Comments

comments

VOTING POLL