કેટલો પ્રેમ ! પત્ની નિરાતે સુઈ શકે એ માટે પતિ વિમાનમાં ૬ કલાક ઉભો રહ્યો….

September 13, 2019 at 10:35 am


હાલમાં સોશ્યલ મિડિયા પર એક ફોટો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવું બતાવવમાં આવી રહ્યું છે કે એક વ્યક્તિએ ૬ કલાક ઉભા રહીને ફ્લાઈટમાં મુસાફરી કરી હતી. ૬ કલાક ઉભા રહીને મુસાફરી કરવા પાછળનું એવું કારણ જાણવા મળ્યું છે કે, તેની પત્ની ત્રણ બેઠકો પર સૂઈ શકે તે માટે તેણે ઉભા રહીને વિમાનમાં ૬ કલાક સુધી સતત મુસાફરી કરી હતી. ત્યારે આ કિસ્સો જાણીને એમ જ થાય કે આ પતિ તેની પત્નીને કેટલો પ્રેમ કરતો હશે ! આ તસ્વીર અમેરિકાના ઇન્ડિયાના રહેવાવાળા કોચ કોર્ટની લી જોહ્ન્સનને શેર કરી છે. તેના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે પતિ ૬ કલાક વિમાનમાં ઉભો રહ્યો હતો. જોકે, ફોટાની વાસ્તવિકતાને લઈને અનેક સવાલો ઉભા થાય છે. હજી સુધી આ ફોટોગ્રાફની પુષ્ટિ કરવામાં આવી નથી. તેમજ તે પણ હજી જાણી શકાયું નથી કે કયા સંજોગોને લીધે મહિલા ત્રણ બેઠક પર સૂતી હતી. પરંતુ આ તસવીર સોશ્યલ મિડીયા પર વાઈરલ થતાં ભારે ચર્ચામાં મુકાઈ છે. ઘણા લોકોએ તેને પ્રેમની અભિવ્યક્તિ ગણાવી છે તો ઘણાએ તેને પત્નીની ક્રૂરતા ગણાવી છે. તો બીજી બાજુ એક ટ્વિટર વપરાશકર્તાએ લખ્યું કે આ ફોટોને નકલી ગણી છે. ટ્વિટર વપરાશકર્તા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, ફ્લાઇટના નિયમો આ રીતે મુસાફરીને મંજૂરી આપતા નથી. વાયરલ તસવીરમાં મહિલા ત્રણ બેઠકો પર પડેલી જોવા મળી રહી છે. તો સાથે એક વપરાશકર્તાએ પૂછ્યું કે, કઈ એરલાઇન ૬ કલાક ઉભા રહેવાની મંજૂરી આપે છે ? ત્યારે આ તસ્વીરને લઈને અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

Comments

comments