કેન્દ્રની ભાજપ સરકારે જીવાદોરી નર્મદાને નાણાં આપવામાં કરી કંજૂસાઈ

February 21, 2019 at 12:04 pm


ગુજરાતમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રૂા.6690 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી તો તેની સામે અત્યાર સુધીમાં 7896 કરોડની રકમ ફાલવવામાં આવી છે. આ માગણી સામે રાજ્યને રૂા.1799 કરોડ આેછા મળ્યા હોવાનું ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન બહાર આવ્યું છે.
ધારાસભ્ય પુનમભાઈ પરમાર દ્વારા ડિસેમ્બર-2018ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન કેન્દ્ર સમક્ષ કેટલી ગ્રાન્ટની દરખાસ્ત નર્મદા માટે મોકલવામાં આવી છે તેમાંથી કેટલી ફાળવણી કરવામાં આવી છે તેના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું છે વર્ષ 2016-17માં 2668,146 કરીડની દરખાસ્ત સામે રૂા.1643.521 કરોડ મળ્યા છે. 2017-18માં 2322.39 કરોડની દરખાસ્ત સામે રૂા.2100 કરોડ રકમ મળી છે જયારે 2018-19 રૂા.2000 કરોડના ગ્રાન્ટ દરખાસ્ત મુકવામાં આવી હતી જેમાં રૂા.955 કરોડ ફાલવવામાં આવ્યા હતા.
આમ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અનુક્રમે રાજ્ય સરકારના ફાળા સહિત 3423.01 કરોડ, 3794.48 કરોડ અને 2639 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શન મુજબ વર્ષવાર ગ્રાન્ટ ફાળવણી થઈ હોવાથી કોઈ રકમ વણવપરાયેલી રહી નથી.
નર્મદા કેનાલનું હજુ 11452 કિ.મી. કામ બાકી
વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન નર્મદા યોજનાની કેનાલના બાકી કામોને લઈને સરકાર દ્વારા કેટલીક વિગતો બહાર આવવા પામી છે. કેનાલની 11453 કિ.મી. લંબાઈની વિવિધ પ્રકારની કેનાલ કામ હજુ સુધી પૂર્ણ થવા પામેલ નથી.
નર્મદા વિભાગ દ્વારા અપાયેલી પ્રશ્નોત્તરીની માહિતી મુજબ શાખા નહેરનું 113.28 કિ.મી.નું વિશાખા નહેરનું 237.40 કિ.મી.નું અને પ્રશાખા નહેરનું 1884.10 કિ.મી.નું કામ બાકી છે.
આ નહેરોના બાકી કામોમાં રેલવે વિવિધ આેથોરિટી સહિત દંબંધિત વિભાગોની મંજુરી મેળવવાની થાય છે. આ મંજૂરીના વિલંબને કારણે અટકેલા કામો ઝડપભેર પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. અને આ કામકાજ પૂર્ણ કરીને સરકાર ખેતરે-ખેતરે નર્મદાના પાણી પહાેંચાડશે તેમ પ્રશ્નોત્તરીમાં જણાવ્યું છે.

Comments

comments