કેન્દ્રીય મંત્રીની આેફિસરોને ચેતવણી, 8 દિવસમાં કામ પુરૂ કરો બાકી જનતાને કહીશ કે લમધારો

August 18, 2019 at 11:46 am


કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો એક કાર્યક્રમ હતો અને એ દરમિયાનનું ભાષણ હાલ ખુબ ચર્ચામાં છે. તેણે આેફિસરોને ચેતવણી આપતા કહ્યું કે જો તમે 8 દિવસમાં કામ પુરુ નહી કર્યું તો લોકોને હું કહીશ કે કાનુન વ્યવ્સથા તમારા હાથમાં લઈને આેફિસરોને મારો. નિતિન ગડકરીએ નાગપૂર આયોજીત કાર્યક્રમમાં આ વાત કરી હતી.
નિતિન ગડકરીએ કહ્યું કે આપણી પાસે આ લાલ બત્તી શા માટે છે. આ બધા ઈન્સપેક્ટર શા માટે છે. તે રિશ્વત લે છે. હું એવા લોકોને મોઢા પર કહું છું કે તે સરકારી નોકર છે. હું જનતા દ્વારા ચૂંટવામાં આવેલો નેતા છું. હું લોકોને બધા પ્રશ્નોનો ઉતર આપું છું. જો તમે ચોકી કરો છો તો હું કહીશ કે તમે ચોર છો.
આગળ વાત કરતાં ગડકરીએ કહ્યું કે, આજે મે આરટીઆે કાર્યાલયમાં એક બેઠક કરી હતી. જેમાં નિર્દેશક અને પરિવહન આયુક્તે ભાગ લીધો. મે એ બધાને કહ્યું કે આઠ દિવસમાં કામ કરીને સમસ્યાનું સમાધાન લાવો નહીતર હું માણસોનાં હાથમાં કાયદો આપીને માર ખવડાવીશ. એમણે આગળ એમ પણ કહ્યું કે શિક્ષકોએ એવું શીખાડéું છે કે એવી સિસ્ટમને ઉખાળીને બહાર ફેંકી દો જે ન્યાય નથી આપતી.

Comments

comments

VOTING POLL