કેન્દ્ર સરકારની વિરુદ્ધ અભિનેતા અમોલ પાલેકરને બોલવું પડ્યું ભારે, રોકી દેવામાં આવ્યું ભાષણ

February 10, 2019 at 12:08 pm


હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અમોલ પાલેકરને સરકારની આલોચના કરવા પર પોતાનું ભાષણ અધવચ્ચે જ રોકવું પડ્યું . આ ઘટના એ સમયે બની જ્યારે તેઆે શનિવારના રોજ એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી બોલી રહ્યા હતા. તેમણે જેવી કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના એક નિર્ણયની આલોચના કરવાનું શરુ કર્યું કે કાર્યક્રમના મોડરેટરે તેમણે બોલતા રોકી દીધા. તેમને આખા ભાષણ દરમ્યાન કેટલીય વખત રોકયા અને સ્પીચ ઝડપથી પૂરી કરવા માટે કહ્યું હતું.

અભિનેતા અમોલ પાલેકર નેશનલ ગેલરી આેફ મોર્ડન આર્ટ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ કાર્યક્રમ પ્રખ્યાત કલાકાર પ્રભાકર બર્વેની યાદમાં આયોજીત કરાયો હતો. અમોલ પોતાની સ્પીચમાં બોલી રહ્યા હતા કે કેવી રીતે આર્ટ ગેલેરી એ હાલમાં પોતાની સ્વતંત્રતા ગુમાવી દીધી છે. અમોલે આર્ટ ગેલેરીના કામકાજ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા.

આપને જણાવી દઇએ કે ગયા વર્ષે આેકટોબર મહિનામાં નેશનલ ગેલેરી આેફ મોડર્ન આર્ટની એક સqક્રય સલાહકાર સમિતિ હતી. જેમાં સ્થાનિક કલાકારોનું પ્રતિનિધિત્વ થતું હતું. પાલેકરે કાર્યક્રમમાં કહ્યું કે હવે આ સમિતિને સીધું સંસ્કૃતિક મંત્રાલય નિયંત્રિત કરે છે.

પાલેકરે જ્યારે કાર્યક્રમમાં સરકારના આ નિર્ણય પર બોલવાનું શરુ કર્યું તે સમયે મંચ પર હાજર મોડરેરટરે તેમને ટોકવાનું શરુ કરી દીધું. વારંવાર ટોકવા પર પાલેકરે પૂછયું શું તમે ઇચ્છો છો કે હું મારી સ્પીચ અધવચ્ચે જ પૂરી કરી દઉંં જો કે મોડરેટરે તેમને પોતાની સ્પીચ ઝડપથી ખત્મ કરવા માટે કહ્યું.

Comments

comments

VOTING POLL