કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક પાસેથી ફરી રૂા.27 હજાર કરોડ માગ્યા

February 11, 2019 at 10:46 am


કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક પાસેથી નાણાં કઢાવવા માટે કેટલાય ધમપછાડા કર્યા છે અને વહીવટ કરવા માટે અને અર્થતંત્રને મજબૂત કરવા માટે પોતે જ નિમાર્ણ કરવાને બદલે આરબીઆઈ પાસેથી નાણાં માગવાની હવે તેણે શરૂઆત કરી છે.

કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક પાસે રૂા.27 હજાર કરોડની માગણી કરી છે. નાણાં મંત્રાલયએ સત્તાવાર રીતે આ માગણી આરબીઆઈ સમક્ષ મુકી દીધી છે.

રિઝર્વ બેન્કે આ રકમ પાછલા કેટલાક વર્ષોમાં જોખમ, કવર અને અનામત ભંડારના રૂપમાં પોતાની પાસે રાખી છે પરંતુ હવે કેન્દ્ર સરકાર તે લઈ લેવા માગે છે.

બહુ આેછા લોકોને ખબર છે કે કેન્દ્ર સરકારને આ પહેલાં પણ રિઝર્વ બેન્ક પાસેથી રૂા.40 હજાર કરોડ આેલરેડ્ડી મળી ચૂકયા છે અને હવે તેણે રિઝર્વ બેન્ક પાસે બીજા 27 હજાર કરોડની માગણી કરી છે. પહેલાં સરકારે એમ કહ્યું હતું કે અમારે આરબીઆઈ પાસેથી નાણાં લેવાની કોઈ જરૂર નથી પરંતુ વાસ્તવમાં આરબીઆઈએ 40 હજાર કરોડ તો પહેલાં જ દઈ દીધા છે અને હવે સરકારને બીજા 27 હજાર કરોડ જોઈએ છે.

જોખમ સમયે કે સંકટ સમયે આ રકમનો આરબીઆઈ ઉપયોગ કરે છે પરંતુ સરકારે તે રકમ પડાવી લીધી છે.

હવે આરબીઆઈ બીજા 27 હજાર કરોડ આપે છે કે કેમ તેના તરફ સૌની નજર મંડાયેલી છે.

Comments

comments

VOTING POLL