કેન્સરના ઈલાજ માટે ૩૮ તોલા સોનું ગિરવે મુકી રૂા.૬ લાખ લીધા: વ્યાજખોરો સોનું ઓળવી ગયા

May 25, 2019 at 4:53 pm


રાજકોટ : નવા થોરાળા મેઈન રોડ પર બાલક સાહેબની જગ્યા પાસે રહેતો અને ખાનગી પેઢીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો ખુશાલ ગોવિંદભાઈ સોલંકી નામના યુવાનને ૨૦૧૨ની સાલમાં મોઢાના કેન્સરની બિમારી લાગુ પડી હતી. મોઢાના કેન્સરની દવા કરાવવા તેણે અને તેના પરિવારે આશરે રૂા.૧૮ થી ૧૯ લાખની કિંમતનું ૩૮ તોલા સોનુ હાથીખાનામાં રહેતા વ્યાજનો ધંધો કરતા રસિક મોહન પાટડીયા, તેનો પુત્ર ધાર્મિક અને અભિષેક પાસેથી સોનું ગીરવે મુકી રૂા.૬ લાખ લઈ કેન્સરની બિમારીની દવા કરાવી હતી. હાલ ઉપરોકત શખસો પાસે આ યુવાન પૈસા આપી સોનુ પરત લેવા જતાં ઉપરોકત શખસોએ ૩૮ તોલા સોનુ પરત આપવાનો ઈન્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા દલિત યુવાન લોક દરબારમાં આવી પોલીસ કમિશનરને રજૂઆત કરતા તેની ફરિયાદ લઈ થોરાળાના પીઆઈ બી.ટી.વાઢીયાને તપાસ કરી યોગ્ય પગલાં લેવા આદેશ કર્યેા હતો.

Comments

comments