કેન્સર હોસ્પિટલના ઠેકાણા નહી, હવે સાયન્સ મ્યુઝીયમનું નિમાર્ણ

December 2, 2019 at 3:16 pm


Spread the love

ભાવનગરને એક ખાનગી હોસ્પિટલ ગૃપ દ્વારા મલ્ટી સર્જન સુવિધા સાથેની હોસ્પિટલ મળે તેવા સંજોગો હતા તે સમયે જો યોગ્ય દબાણ અને રાજકીય તત્પરતા રહી હોત તો એઇમ્સ સમકક્ષ આ હોસ્પિટલ ભાવનગરને મળી હોત પરંતુ મહાજનનાં ટુંકા-નબળા પ્રયત્નોને કારણે આ થઇ ન શકયું. આવી જ હાલત કેન્સર હોસ્પિટલની છે. વર્ષોથી તૈયાર પડેલ ભાવનગરની કેન્સર હોસ્પિલનું બિલ્ડીગ ધુળ ખાઇ રહ્યું છે. તારીખ પે તારીખની જેમ હોસ્પિટલ શરૂ થવાનાં વાયદા થયા પણ હજુ સુધી કેન્સરની સુવિધા હજુ ઉપલબ્ધ થઇ નથી. લોકોનાં આરોગ્ય અને સુખાકારી મામલે સરકાર હજુ ઠાગાઠૈયા કરી રહી છે અને શહેરથી દુર નારી પાસે સાયન્સ મ્યુઝીયમનું 80 કરોડનાં ખર્ચે નિમાર્ણ હાથ ધરાયું છે. ગામનાં છેવાડે બની રહેલા આ સંકુલનાં નિમાર્ણ કાર્યની મુલાકાત રાજ્ય મંત્રી ધારાસભ્ય વિભાવરીબેહેને લઇ માહિતી હતી. કેન્સર હોસ્પિટલ માટે પણ જે-તે સમયે દવેએ પ્રયત્નો કર્યા હતા.
ભાવનગર શહેરના નારી રોડ ખાતે અંદાજે રૂપિયા 80 કરોડના ખર્ચે તેમજ 20 એકર જમીન પર આશરે એક લાખ તેર હજાર સ્ક્વેર ફુટમાં નિમાર્ણ પામી રહેલ રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમની રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ સ્થળ મુલાકાત લીધી હતી તેમજ મ્યુઝિયમ અંગેની માહિતી મેળવી હતી. સ્થળ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીએ નવનિમિર્ત મ્યુઝિયમની વિજ્ઞાનની થીમ પર આધારીત પાંચ ગેલેરીઆે જેવી કે મરિન એક્વેટિક ગેલેરી, આેટોમોબાઇલ ગેલેરી, બાયોલોજી સાયન્સ ગેલેરી, ઇલેક્ટ્રાે મિકેનિક્સ ગેલેરી તેમજ નોબલ પ્રાઇઝ ગેલેરીના વિવિધ વિભાગોથી માહિતગાર થયા હતા તેમજ મ્યુઝિયમના અન્ય આકર્ષણો જેવા કે આકાશ દર્શન, એક્વેરિયમ, ગાર્ડન, આેડિટોરિયમ, રિજીયોનલ સાયન્સ મ્યુઝિયમની ડિઝાઇન, કાફેટેરિયા, દિવ્યાંગો તથા વૃદ્ધાે માટે ઉપલબ્ધ સુવિધાઆે વગેરેની માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડéુ હતું. ત્યારબાદ રાજ્યમંત્રીએ સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય, મુલાકાતીઆે માટે યોગ્ય પરિવહન સેવા ઉપલબ્ધ થાય વગેરે મુદ્દે પોતાના સૂચનો કર્યા હતા તેમજ ગુજકોસ્ટ દ્વારા રજુ કરાયેલ રજુઆત તેમજ પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ તેનું યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.
સમગ્ર દેશમાં આ પ્રકારના ચાર રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમ આવેલા છે જ્યારે ગુજરાત પ્રથમ એવું રાજ્ય બનશે કે જેણે પોતાના પાંચ રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમ રાજ્યના અલગ અલગ સ્થળે શરૂ કર્યા હોય. સ્થળ મુલાકાત દરમયાન રાજ્યમંત્રીની સાથે ભાવનગર મહાનગરપાલિકાના મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ભાવનગર મહાનગરપાલિકાના કમિñર એમ.એ ગાંધી જોડાયા હતા જેમને ઉપરોક્ત તમામ બાબતોથી ગુજકોસ્ટના એડવાઇઝર તથા મેમ્બર સેક્રેટરી ડો.નરોતમ સાહુ તેમજ રિજીયોનલ સાયન્સ મ્યુઝિયમ ભાવનગરના પ્રાેજેક્ટ ડાયરેક્ટર ડો.ગિરિશ ગૌસ્વામીએ માહિતગાર કર્યા હતા.