કેપ્ટનપદેથી મલિન્ગાની હકાલપટ્ટી: 4 વર્ષથી વન-ડે ન રમેલો કણારત્ને નવો સુકાની

April 18, 2019 at 11:34 am


આગામી 30મી મેએ ઇંગ્લેન્ડમાં શરૂ થનારા વન-ડેના વર્લ્ડ કપ માટે શ્રીલંકાના સિલેક્ટરો આજે ટીમ જાહેર કરવામાં આવે એ પહેલાં જ તેમણે વન-ડે ટીમના કેપ્ટનપદેથી પીઢ ફાસ્ટ બોલર લસિથ મલિન્ગાની હકાલપટ્ટી કરી છે અને દિમુથ કરુણારત્નેને નવા સુકાની તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ગઈ કાલે જણાવ્યું હતું કે કરુણારત્નેની નિયુક્તિને સંદેશવ્યવહાર તેમ જ ખેલકૂદ ખાતાના પ્રધાન હેરિન ફનર્ન્ડિોએ મંજૂરીની મહોર લગાવી છે.

31 વર્ષનો કરુણારત્ને ચાર વર્ષથી વન-ડે નથી રમ્યો છતાં તેને ટીમનું નેતૃત્વ સોંપાઈ રહ્યું છે. તે છેલ્લી વન-ડે માર્ચ 2015માં રમ્યો હતો. 17 વન-ડેમાં તેની બેટિંગ-ઍવરેજ માત્ર 15.83 છે અને ફક્ત 60 રન તેનો હાઇએસ્ટ સ્કોર છે.
મલિન્ગાએ તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં સુકાન સંભાળ્યું હતું એ શ્રેણીમાં શ્રીલંકાનો 0-5થી વ્હાઇટવોશ થયો હતો. 2014માં ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ ટીમનું સુકાન સંભાળનાર મલિન્ગાને ટીમ-મેનેજમેન્ટ સાથે તેમ જ કેટલાક સિનિયર પ્લેયરો સાથે અંગત મતભેદો હતા અને એને કારણે તેની કેપ્ટન્સી વિવાદમાં આવી હતી.

Comments

comments