કેબલ ટીવી યુઝર્સ માટે ખુશીના સમાચાર…

October 9, 2019 at 10:27 am


કેબલ ટીવીના યુઝર્સ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. જેમાં ઓલ ઇન્ડિયા ડિઝીટલ કેબલ ફેડરેશ(AIDCF)ને રાહત આપતા ચેનલ પેકની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે હવે ગ્રાહકો ૧૩૦ રૂપિયામાં ૧૫૦ ટીવી ચેનલ જોઇ શકશે. પહેલાની વાત કરીએ તો જે સબ્સ્ક્રાઈબર્સ ૧૦૦થી વધારે ચેનલ જોવા ઈચ્છતા હતા તેમને ૨૫ ચેનલ માટે અલગથી ૨૦ રૂપિયા આપવા પડતા હતા. આ હિસાબથી જોઈએ તો ૧૫૦ ચેનલ માટે એનસીએફ ચાર્જ સાથે ૧૭૦ રૂપિયા ચૂકવવા પડતા હતા. ફેડરેશન દ્વારા કરાયેલા ફેરફાર બાદ કેબલ ટીવી સબ્સ્ક્રાઈબર્સને આ નિયમ લાગૂ પડશે. ડીટીએચ સબ્સ્ક્રાઈબર્સને આ ફેરફાર માટે હજુ થોડી રાહ જોવી પડશે.

Comments

comments