કેબિનેટ મંત્રી ચુડાસમાને સુપ્રીમ કોર્ટનો ઝટકોઃ રાહત આપવા ઈનકાર

February 11, 2019 at 3:45 pm


કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણીની પડકારી રિટ દાખલ કરવાના હાઈકોર્ટના નિર્ણયને પડકારતી રિટ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ રિટ દાખલ કરવાનો ઈન્કાર કર્યો છે અને ચૂંટણીના પરિણામ સંદર્ભેનું તમામ સાહિત્ય ગુજરાત હાઈકોર્ટમાં જમા કરાવવા આદેશ આપતાં આ કેસમાં ચુડાસમાને ઝટકો લાગ્યો છે.

પોસ્ટલ બેલેટ પેપરની મત ગણતરીમાં ગેરરીતિ થઈ છે અને તેના કારણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જીતી ગયા છે તેવી મતલબની રિટ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. આ રિટ કાઢી નાખવા માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલે હાઈકોર્ટમાં અપિલ કરી હતી પરંતુ હાઈકોર્ટે આ અપિલ કાઢી નાખતાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહાેંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે પણ આ રિટ કાઢી નાખવાની માંગણી ફંગાવી દીધી છે.

ગુજરાત વિધાનસભા-2017ની યોજાયેલી ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની મતગણતરીમાં અનિયમિતતાનો આક્ષેપ રિટમાં કરાયો હોવાથી સુપ્રીમ કોર્ટે આ અંગેના તમામ પુરાવા ગુજરાત હાઈકોર્ટમાં જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.

Comments

comments

VOTING POLL