કેરલના પુરગ્રસ્તો માટે સહાય એકત્રિત કરવાનું આયોજન

August 24, 2018 at 1:04 pm


ઘોઘાગેઇટ-ભગતસિંહ ચોક ખાતે આજે સાંજે પ થી રાત્રે 9-30 સુધી, વિવિધ સંસ્થાના આગેવાનો રાહત ફાળો-વસ્તુ એક્ત્રીત કરશે

કેરલા રાજયની જનતાની મુસીબતની ઘડીએ, ગુજરાતની અને ભાવનગરની જનતાને ઉદાર હાથે ફાળો તથા રાહત સામગ્રી આપવા સી.પી.એમ.નાં અરૂણ મહેતા, સીટનાં અશોક સોમપુરા, જનવાદી મહિલા સમિતિનાં નલિની જાડેજા, ડી.વાય.એફ.આઇ.નાં રમેશ વાજા, યોગેન્દ્રસિંહ ગોહિલ, ઝુંપડા સંઘના કિશન ચુડાસમા, પીરભાઇ મલેક, કાનજીભાઈ ચુડાસમા વિગેરેએ અપીલ કરેલ છે. ભાવનગરમાં ઘોઘાગેઇટ-ભગતસિંહ ચોક ખાતે તા.24-8નાં રોજ સાંજે પ થી રાત્રે 9-30 સુધી, વિવિધ સંસ્થાના આગેવાનો રાહત ફાળો-વસ્તુ એકત્રીત કરશે.
ભાવનગર ખાતે રાહત ફંડ તથા સામગ્રી આપવા માંગતી વ્યકિતઆે-સંસ્થાઆેએ-જનવાદી મહિલા સમિતિ, વડવા વોશીગ ઘાટ, સનાતન હાઇસ્કુલ સામે, ફોન નં.2424413 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL