કેરળનું પૂર અતિગંભીર કુદરતી આફત જાહેર

August 21, 2018 at 11:03 am


કેરળમાં નિમર્ણિ પામેલી વિનાશક પૂરની પરિસ્થિતિને કુદરતી આફત જાહેર કરવામાં આવી હોવાનું કેન્દ્રના ગૃહ ખાતાએ કહ્યું હતું. પૂરની તીવ્રતા અને ભેખડો ધસી પડવાની ઘટનાના પ્રમાણને ધ્યાન પર લેતાં આ કુદરતી આફત હોવાનું ગૃહ ખાતાએ કહ્યું હતું.
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વરસેલા અનરાધાર વરસાદને કારણે રાજ્યમાં નિમર્ણિ પામેલી પૂરની પરિસ્થિતિ અને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
કેરળમાં પૂરની પરિસ્થિતિને કારણે ઓછામાં ઓછાં 216 જણે જીવ ગુમાવ્યો હોવા ઉપરાંત 7.24 લાખ કરતા પણ વધુ લોકોને 5645 જેટલી રાહત છાવણીઓમાં આશરો આપવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
કેરળમાં નિમર્ણિ પામેલી વિનાશક પૂરની પરિસ્થિતિને કુદરતી આફત જાહેર કરવામાં આવી હોવાની સાથેસાથે રાજ્ય સરકારને રાષ્ટ્રીય સ્તરે તમામ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
કેરળમાં રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા કેન્દ્ર સરકાર પણ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ)ની વધુ સહાય લેવા અંગે વિચારણા કરી રહી છે.
કેલામિટી રિલીફ ફંડ (સીઆરએફ)ની પણ રચના કરી દેવામાં આવી છે અને તેનાં કોર્પસ ફંડમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો 3:1 હિસ્સો હશે. સીઆરએફના સ્રોતો અપૂરતા જણાશે તો તેવા સમયે નેશનલ કેલામિટી કોન્ટિજન્સી ફંડ (એનસીસીએફ) પાસેથી વધારાની સહાય લેવા અંગે વિચારણા કરવામાં આવશે. એનસીસીએફને કેન્દ્ર સરકાર દ્વારા 100 ટકા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
એક વાર કેરળમાં પૂરની પરિસ્થિતિને કુદરતી આફત જાહેર કરવામાં આવ્યા બાદ અસરગ્રસ્ત લોકોને નવી લોન આપવા ઉપરાંત લોનની ચુકવણીમાં રાહત આપવા અંગે પણ વિચારણા કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

Comments

comments

VOTING POLL