કેરળ પુર તાંડવ : મૃત્યુઆંક 231 થયો, 32 લોકો હજુ પણ લાપત્તા

August 22, 2018 at 7:59 pm


કેરળમાં વિનાશકારી પુર બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. એકબાજુ 8મી આેગસ્ટ બાદથી કેરળમાં પુરમાં મોતનાે આંકડો 231 સુધી પહાેંચી ગયો છે.બીજી બાજુ મે મહિના બાદથી વરસાદ અને પુરમાં મોતનાે આંકડો વધીને 406 ઉપર પહાેંચી ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયન દ્વારા 2600 કરોડની સહાયની માંગ કરવામાં આવી છે. વરસાદમાં બ્રેક મુકાતા હવે રાહત કામગીરી તીવ્ર બની ગઈ છે. હજુ સુધી 43000 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે સાેમવારના દિવસે 600 લોકોને બચાવવામાં આવ્યા હતા. 3879 રાહત કેમ્પાેમાં 3.91 લાખ પરિવાર સાથે જોડાયેલા 14.50 લાકો રોકાયેલા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટેટ કન્ટ્રાેલ રુમના જણાવ્યા મુજબ 8મી આેગસ્ટ બાદથી 231 લોકોના મોતની સાથે 32 લોકો હજુ પણ લાપત્તા દશાૅવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 2000 કરોડ રૂપિયા તાત્કાલિક ધોરણે માંગવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પુરના લીધે નુકસાનનાે આંકડો 20000 કરોડ સુધી પહાેંચી ગયો છે. સંયુક્ત અરબ અમીરાતે હવે કેરળના પુનઃ નિમાૅણમાં 700 કરોડ રૂપિયા આપવાની વાત કરી છે. જુદા જુદા રાજ્યો પણ મદદ માટે આગળ આવી રહ્યાા છે. 40 હજાર હેક્ટરથી પણ વધારે જમીનમાં પાકને નુકસાન થયું છે. 26000 મકાનાે નાશ પામ્યા છે. એક લાખ કિલોમીટરના માગાેૅ નાશ પામ્યા છે. અર્થતંત્રની કમર તુટી ગઈ છે. 134 પુલ પણ નુકસાન પામી ચુક્યા છે. બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાન વિજયને કેન્દ્ર પાસેથી વધારે જંગી નાણાંની માંગ કરવામાં આવી છે. કેરળમાં તમામ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા ખાસ ટ્રેનાે દોડાવવામાં આવી રહી છે. જોકે નીચાણવાળા વિસ્તારો હજુ જળબંબાકાર હોવાથી બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ છ ફુટ સુધી પાણી રહેલા છે. ઇનાૅકુલમ જિલ્લામાં રાહત કેમ્પમાં સાૈથી વધુ 5.32 લાખ લોકો છે. ઇનાૅકુલમમાં 850 રાહત કેમ્પાે છે. રાજ્યભરમાં મોટાભાગની નદીઆેમાં પાણીની સપાટી ઘટી રહી છે પરંતુ નદીના કિનારાના વિસ્તારો હજુ પણ મુશ્કેલીમાં છે. કેરળમાં આઠમી આેગષ્ટ બાદથી અભૂતપૂર્વ પુરના કારણે મોતનાે આંકડો 231 ઉપર પહાેંચી ગયો છે. 3879 રાહત કેમ્પમાં 14.50 લાખ લોકોને રાખવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો માટે તમામ વ્યવસ્થા કરવાની બાબત પણ મુશ્કેલીરૂપ છે. ઇન્ફ્રાસ્ટકચરને ભારે નુકસાન થયુ છે. સ્થિતીમાં આંશિક સુધારો થયા બાદ સરકારે પ્રદેશના તમામ 14 જિલ્લામાંથી રેડએલર્ટ દૂર કરી દેતા આંશિક રાહત થઇ છે. રાહત કામગીરી ઝપડી કરવામાં આવી છે. અભૂતપૂર્વ પુર અને જળપ્રલય વચ્ચે મોતનાે આંકડો વધીને 406 સુધી પહાેંચી ગયો છે. ઇનાૅકુલમ, ત્રિસુર અને અલપ્પુઝામાં સાૈથી વધુ અસર થઇ છે. અલુઆ, ચાલકુડી, ચેનગન્નુર, પથનમથિટ્ટામાં સાૈથી વધુ કફોડી હાલત થઇ છે. હાલમાં રાહત કેમ્પમાં રહેતા લોકોની સંખ્યા 14.50 લાખની આસપાસની છે જે 3879 રાહત કેમ્પમાં છે. પુરગ્રસ્ત કેરળ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 કરોડની સહાયની જાહેરાત કરી દીધી છે.500 કરોડ પહેલા 100 કરોડની સહાયતા ગૃહ મંત્રી રાજનાથિંસહ દ્વારા કરવામાં આવી ચુકી છે. આની સાથે જ કેન્દ્ર તરફથી હજુ સુધી 600 કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવી ચુકી છે. આ ઉપરાંત વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને બે બે લાખ તથા ઘાયલોના પરિવારને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત થઇ ચુકી છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને કહ્યું છે કે ચાર જિલ્લાઆેમાં પુરની સ્થિતિ સજાૅયેલી છે. જે ચાર જિલ્લાઆેમાં હાલત કફોડી બની છે તેમાં અલાપ્પુજા, એનાૅકુલમ, પઠાનમિત્થા અને ત્રિસૂરનાે સમાવેશ થાય છે. દસ હજાર કરોડનું નુકસાન થયું છે. રાજ્યની સંસ્થાઆેની સાથે સાથે આમીૅ, નેવી અને આમીૅના જવાનાે બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. એનડીઆરએફની ટીમો પણ સહાયમાં લાગેલી છે. કેરળના અનેક જિલ્લા અસરગ્રસ્ત થયા છે. જે પૈકી 14 જિલ્લામાં સાૈથી વધારે અસર થઇ છે. 1924 બાદથી હજુ સુધી સાૈથી વિનાશકારી પુર તરીકે આને ગણવામાં આવે છે. કેરળમાં ભારે વરસાદના લીધે ભારે તબાઈ થઇ છે. પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની સ્થિતી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. જે વિસ્તારોમાં સાૈથી વધારે અસર થઇ છે તેમાં ઇડુક્કી, મલપ્પુરમ, વાયનાડ જિલ્લાવો સમાવેશ થાય છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહાેંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઆેમાં શૈક્ષણિક સંસ્થાઆેમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઆેમાં રજા જાહેર કરવામાં આવી છે. યુનિવ##352;સટીની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. નુકસાનનાે આંકડો તાે અભૂતપૂર્વ છે. નાેકાસેના, સેના, એનડીઆરએફ અને હવાઈ દળની ટુકડી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગેલી છે.
પુરના કારણે સાૈથી વધુ કોઝીકોડ, ઇડુક્કી, કન્નુર અને વાયનાડમાં અસર થઇ છે. .કેરળમાં હાલમાં સ્થિતીમાં સુધારો થાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી. 80 બંધને ખોલી દેવામાં આવ્યા છે. કોચીમાં નેવલ એરપાેર્ટ ખાતેથી ફ્લાઇટ આેપરેશનની શરૂઆત કરી દેવામાં આવી છે. હવે બચાવ અને રાહત કામગીરીની સાથે સાથે રાહત કેમ્પાેમાં રહેતા લોકોને ફરીથી તેમના આવાસ પર પહાેંચાડી દેવાની પણ સમસ્યા છે. કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારની સામે પણ આ એક મોટો પડકાર છે. ભારત સરકાર સ્થિતીને પહાેંચી વળવા માટે આશાવાદી છે. કેરળ પુરને કુદરતી હોનારત તરીકે જાહેર કરીને બચાવ કામગીરી વધારે તીવ્ર બનાવી દીધી છે.

Comments

comments

VOTING POLL