કેરળ: ભારે વરસાદ વચ્ચે હાલત ખુબ ખરાબ થઇ : જનજીવન ઠપ્પ

August 10, 2018 at 10:24 am


કેરળમાં જળ તાંડવની સ્થિતીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. ભારે વરસાદ અને ભેખડો ધસી પડવાના બનાવોમાં મોતનાે આંકડો વધીને હવે 30 ઉપર પહાેંચી ગયો છે. કોચીમાંથી 2500 સહિત અન્ય વિસ્તારોમાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા ભાગમાં રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. 500થી વધારે રાહત કેમ્પાે શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં લોકોને રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદ થઇ રહ્યાાે છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હજુ ચાર લોકો લાપતા પણ થયેલા છે. 60થી વધુ લોકો લોકપ્રિય પ્રવાસી સ્થળ મુન્નારમાં ફસાયેલા છે. ઇડુક્કી ડેમની ક્ષમતા 2403 ફુટ છે અને આજે સવારે દશ વાગ્યા સુધી ડેમમાં 2401.34 ફૂટ પાણી ભરાઈ ગયું હતું. ઇડુક્કીના જિલ્લા વહીવટીતંત્રએ પ્રવાસીઆેને પહાડી વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપી છે. સાથે સાથે ભારે વાહનાેની અવરજવર ઉપર પણ બ્રેક મુકી દીધી છે. 40 વર્ષમાં પ્રથમ વખત આવું બન્યુ છે જ્યારે ઇડુક્કી ડેમમાં પાંચ શેલ્ટરો ખોલી દેવામાં આવ્યા છે. ઇનાૅકુલમમાં 6500 અને ઇડુક્કીના 7500 જેટલા પરિવારોને માઠી અસર થઇ છે. વિદેશી પ્રવાસીઆે પણ ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. કેરળમાં ભારે વરસાદના લીધે ભારે તબાઈ થઇ છે. પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની સ્થિતી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. ઇડુક્કીમાં ભેખડો ધસી પડવાના બનાવોમાં 10 લોકોના, મલપ્પુરમમાં પાંચ, કન્નુરમાં બે, વાયનાડ જિલ્લામાં એકનું મોત થયું છે . વાયનાડ, પલક્કડ અને કોઝીકોડે જિલ્લામાં એક એક વ્યક્તિ લાપત્તા હોવાના અહેવાલ મળ્યા છે. ઇડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે.
અતિ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી બંધમાં પાણીની સપાટી ખુબ વધી જતાં જુદા જુદા દરવાજા ખોલવા પડâા હતા. મુખ્યમંત્રી પિનારાય વિજયને કહ્યું છે કે, આમીૅ, નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની મદદ માંગવામાં આવી છે. એનડીઆરએફની જુદી જુદી ટીમો સક્રિય છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય અધિકારીઆેએ પરિસ્થિતિની સમીક્ષા કરી છે. અહીં ટ્રેકને વ્યવસ્થિત કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન સેવાને અસર થઇ છે. વહીવટીતંત્રને ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહાેંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઆેમાં શૈક્ષણિક સંસ્થાઆેમાં રજા જાહેર કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL