કેવડાવાડીમાં દારૂ પીને ડીગલ કરતાં નેપાળી શખસનો વીડિયો વાઇરલઃ જાહેરમાં સરભરા

December 7, 2018 at 3:43 pm


શહેરનાં કેવડાવાડી પાસે દારૂ પીને જાહેરમાં ખેલ કરતાં નેપાળી શખસે રસ્તામાં વાહનો રોકી ડીગલ કરતો હોય જેને ટપારતા રજપૂત યુવાન સાથે થયેલા ઝઘડા બાદ પિતા-પુત્ર સહિત ત્રણે નેપાળી શખસને ધોકાવ્યો હતો. જે સારવારમાં હોસ્પિટલમાં દાખલ થતાં માર મારનાર પિતા-પુત્ર સહિતના સામે ગુનો નાેંધાયો છે. જ્યારે આ પ્રકરણનો વિડીયો વાઇરલ થયો હોય ભિક્તનગર પોલીસે નેપાળી શખસની પણ સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
મળતી વિગતો મુજબ શહેરના કેવડાવાડી શેરી નં.2માં ગઇકાલે એક શખસ દારૂ પીને જાહેરમાં ગાળો બોલી ત્યાંથી પસાર થતાં વાહનોને રોકી બેફામ વાણી વિલાસ કરતો હોય આ બાબતનો વીડિયો વાઇરલ થયો હતો. યાજ્ઞિક રોડ પર એકતા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેતાં રોશન રાજુ સોલંકી નામનો નેપાળી શખસ દારૂ પીને ડીગલ કરતો હોય અને તેને ટપારતાં ગાળો બોલતાં કેવડાવાડીના અજીતભાઇ, અજીતનો ભાઇ સાહેબ નામનો શખસ અને સાહેબનો પુત્ર નેપાળી શખસ સાથે ઝઘડો કરી તેને ધોકાવ્યો હતો. ઇજાગ્રસ્ત રોશન સારવાર માટે હોસ્પિટલે પહાેંચ્યો હતો. જેની ફરિયાદને આધારે રજપૂત યુવાન અને પિતા-પુત્ર સામે ગુનો નાેંધાયો છે.
બીજી તરફ ભિક્તનગર પોલીસે દારૂ પીને ડીગલ કરનાર રોશન સોલંકી વિરૂધ્ધ પણ કાર્યવાહી કરી તેની સરભરા કરી હતી અને તેના વિરૂધ્ધ ગુનો નાેંધ્યો છે.

Comments

comments

VOTING POLL