કેવા ચાંદલા ચહેરાના આપશે આકર્ષક લુક……?

April 6, 2019 at 1:39 pm


હાલ બજારમાં અનેક પ્રકારના ચાંદલા ઉપલબ્ધ છે. પરંતુ કેટલીકવાર ચહેરાને અનુરૂપ ચાંદલાની પસંદગી ન થાય તો તે શોભા વધારવાને બદલે બગાડી દે છે. તેને ટાળવા ચહેરાને અનુરૂપ ચાંદલાની પસંદગી અનિવાર્ય છે

 

ગુજરાતીમાં ચાંદલા તરીકે ઓળખાતી અને હિંદીમાં બિંદી તરીકે પ્રસિદ્ધ એવા સ્ત્રીઓના મનપસંદ સૌભાગ્યનું ચિહ્નનું નામ સંસ્કૃત શબ્દ બિંદુ પરથી પડયું છે. જેને અર્થ થાય છે. નાનકડું ગોળ ચિહ્ન સાડી હોય કે પારંપરિક ભારતીય પરિધાન કે પછી શણગાર બધું જ આ ચાંદલા વિના અધૂરું ગણાય છે. અને ચહેરા પણ ધારણ કરીને મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ પણ ઉમેરી દે છે.

 

હાલ બજારમાં જાતજાતના અને ભાતભાતના ચાંદલા ઉપલબ્ધ છે. ત્યારે ચહેરાને અનુરૂપ ચાંદલાની પસંદગી અનિવાર્ય છે.

 

ગોળ ચહેરો
ગોળ ચહેરાવાળી મહિલાઓએે ચાંદલાની પસંદમાં ખાસ ધ્યાન રાખવું આવશ્યક છે. આ મહિલાઓએ બને ત્યાં સુધી લાંબા ચાંદલા જ પસંદ કરવા તેઓ તેમના ચાંદલાનો રંગ તેમના કપડા અને લિપસ્ટિક સાથે મેચ કરીને ખૂબ જ આકર્ષક દેખાવ મેળવી શકે છે.

લંબગોળ ચહેરો
લંબગોળ ચહેરાવાળી મહિલાઓનું માથુ અને દાઢી એક જ રેખામાં હોય છે અને ગાલના હાડકા પણ ભરાયેલા અને ફુલેલા હોય છે આવી મહિલાઓ પર ગમે તે આકારના ચાંદલા સુંદર દેખાય છે અને તેઓ તેમને ગમે તે ડિઝાઈનના ચાંદલા પહેરી શકે છે.

ત્રિકોણ ચહેરો
અણીદાર દાઢી, મજબૂત જડબા અને નાનકડું લલાટ આ બધું જ દર્શાવે છે કે તમારો ચહેરો ત્રિકોણ છે આવી મહિલાઓ પર દરેક પ્રકારના ચાંદલા અને દરેક ડિઝાઈનો સુંદર દેખાશે. પરંતુ આવી મહિલાઓએ ચાંદલાના રંગ પસંદ કરતી વખતે ત્વચાનો વર્ણ પારખવો આવશ્યક છે.

આમ તમારા ચહેરાને ઓળખી તેના પર શોભે એવા ચાંદલાને પહેરી પારંપરિક પરિધાનમાં તમે પણ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી આકર્ષક લુક મેળવી શકો છો.

Comments

comments