કેશોદમાં એટીએમમાં યુવાનને ભોળવી ચાર શખસએ રૂા.૬૦,૦૦૦ની રકમ ઉપાડી ગયા

June 12, 2019 at 11:16 am


કેશોદ એસબીઆઈમાં બસ સ્ટેન્ડ શાળામાં એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલ યુવાનને પૈસા ઉપાડવાના બહાને ચાર શખસોએ પાસવર્ડ તથા કાર્ડ મેળવી ફરિયાદના ખાતામાંથી ૧૦,૫૦૦ ઉપાડી તેમજ ૪૦ હજાર અન્ય ખાતામાં ટ્રાન્ફસર કરી ૫૦,૫૦૦ની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફટેજને મેળવવા તજવીજ હાથ ધરી છે.

આ અંગે કેશોદ પોલીસમાંથી પ્રા વિગતો મુજબ કેશોદ એસબીઆઈ બસ સ્ટેન્ડ શાળામાં અજય મનસુખ ભરડવા (ઉ.વ.૨૪) એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા ત્યારે ચાર અજાણ્યા આરોપીઓ એટીએમમાં આવી પૈસા ઉપાડી આપું તેમ કહી ફરિયાદીના એટીએમનો પાસવર્ડ તથા ડેટા કોઈપણ રીતે મેળવી લીધેલ બાદ રાત્રીના ફરિયાદીના ખાતામાંથી રોકડા રૂા.૧૦,૫૦૦ ઉપાડીને તેમજ ૪૦ હજાર અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડીની ૪ શખસો સામે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી એટીએમમાં રહેલ સીસીટીવી ફટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL