કેશોદમાં યુવા કોન્ટ્રાકટરની હત્યા-લૂંટના ગુનામાં પકડાયેલા મિત્રે ‘ક્રાઈમ પેટ્રાેલ’ સિરિયલ જોઈને કૃત્ય આચર્યું હતું

September 8, 2018 at 2:57 pm


કેશોદ ખાતે બાંધકામ સાઈટ ઉપર ગયેલા યુવા કોન્ટ્રાકટર કેવલ રમેશભાઈ સવાણી (ઉ.વ.28)ની હત્યા કરીને શરીર ઉપરથી સોનાનો ચેન, વીટી સહિતના 4 લાખના દાગીનાની લૂંટના આઠ દિવસ પહેલાના બનાવમાં જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે આ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે આ ગુનામાં મૃતક કેવલના મિબ મહોબતસિંહ હનુભાઈ દરબારને વીટી, મોબાઈલ સહિત કેટલાક મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. આ શખસને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ હતી.
પ્રાપ્ત વિગતો મજુબ ગત તા.29ના રોજ સાંજે કોન્ટ્રાકટર રમેશભાઈ ઉર્ફે ભૂપતભાઈ અંબાવીભાઈ સવાણીનો નાના પુત્ર કેવલ રમેશભાઈ સવાણી કોઈ અજાÎયા ઈસમે કોઈ હથિયાર અથવા બોથડ પદાર્થથી માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઈજા કરી ખૂન કરી તેણે પહેરેલ સોનાના દાગીનાની વીટી નંગ-8 તથા ચેન નંગ-1 મળી તથા મો.ફોન મળી કુલ રૂા.4,00,000ની લૂંટની ફરિયાદ તા.30ના સવારે જાણવા મળતા આ ગુનો અનડિટેકટ હોય જેથી જૂનાગઢ રેન્જના આઈજીપી એસ.જી.ત્રિવેદીની સૂચના તથા પોલીસ અધિક્ષક સૌરભસિંધના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પો.સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનીસેલ તથા ખાનગી બાતમીદારો કામલે લગાડાયા હતાં. પો.હે.કો. એસ.એ.બેલીમ તથા પો.કો.રોહિતભાઈ ધાધલ, આઝાદસિંહ સીસોદીયા, યશપાલસિંહ જાડેજાને ખાનગીરાહે હકીકત મળેલ કે આ ગુનો માળિયા હાટીના ગામના મહોબતસિંહ હનુભાઈ દરબારે કરેલ અને તે પૂરો શંકાના ડાયરામાં હોવાનું અને તે ઈસમ હાલ કેશોદ સાેંદરડા બાયપાસ ચોકડી હોવાનું અને તેણે ટી-શર્ટ તથા કાળા કલરનુ ટ્રેક પેન્ટ પહેરેલ હોવાનું જાણવા મળ્યું હતું. આથી કેશોદ સોદરડા બાયપાસ ચોકડીએ પો.સ્ટાફે ઉ5રોકત વર્ણનવાળા શખસને ઝડપી લીધો હોત. જેને સાથે લઈ કેશોદ સકિર્ટ હાઉસ ખાતે લાવી ઈસમ મહોબતસિંહ હનુભાઈ સીસોદીયા હાટી દરબાર (ઉ.વ.29, રહે.માળિયા હાટીના છેલવાડી સીમ વાડી વિસ્તાર)ની આ ગુનાના કામે પૂછપરછ કરતાં ઈસમે ગુનો કરેલાની હકીકત જણાવતા અને બનાવ વખતે તેણે મરતજનાર કેવલ સવાણીને સેન્ટીગના લાકડાના ધોકાવડે માથામાંમારી ખૂન કરેલાનું અને મરણજનારે પહેરેલ છ સોનાની વીટી તથા સોનાના ચેનની લૂંટની કબૂલાત આપી હતી અને આ ગુનો કરવા માટે પોતે ક્રાઈમ પેટ્રાેલ સિરિયલમાંથી પ્રેરણા મેળવેલ હોવાની હકીકત જણાવેલ અને લૂંટ કરેલ વીટીઆે પૈકી એક વીટી પાસે જ હોવાનું જણાવતા પંચો તથા સોનાની રૂબરૂ ઈસમના કબ્જામાંથી સોનાની વીટી નંગ-1, હીરાવાળી કિંમત રૂા.10,293ની તથા બે મો.ફોન કિં.રૂા.1500 કબ્જે લઈ ઈસમની ધોરણસરની અટક કરી ખૂનવીથ લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા હાસીલ કરેલ છે. આ શખસને આજે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.
આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ. આર.કે.ગોહિલ તથા પો.સ્ટાફના એએસઆઈ એસ.એચ.ગઢવી તથા પો.હે.કો.એમ.જી.અખેડ, બી.કે.સોનારા, વી.એન.બડવા, એચ.વી.પરમાર, એસ.એ.બેલીમ તથા પો.કોન્સ. રોહિતભાઈ ધાધલ, યશપાલસિંહ જાડેજા, આઝાદસિંહ સીસોદીયા, સાહિલભાઈ સમા, ઈન્દ્રજીતસિંહ ઝાલા, દેવાભાઈ ભારાઈ, દિવ્યેશભાઈ ડાભી, જીતેષભાઈ મારૂ, માનસિંગભાઈ બારડ, કાનાભાઈ ડાંગર વિગેરે હતાં.

Comments

comments