કેશોદ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કાલે નિલકંઠ મહાદેવ મંદિરે ધ્વજારોહણ-જ્ઞાતિ ભોજન

August 18, 2018 at 11:53 am


કેશોદ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવ ઈષ્ટ દેવની આરાધના, પૂજના-અર્ચન ભિક્તભાવથી ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ માસ સમિતિ કેશોદ શહેરનું પ્રાચિન શિવ મંદિર નિલકંઠ મહાદેવ મંદિરે કાલે દશનામ ગોસ્વામી સમાજના ભાઈ-બહેનોની વિશાળ હાજરી વચ્ચે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ધ્વજારોહણ સવારે 9 કલાકે દશનામ ગોસ્વામી વિદ્યાર્થી ભવન આંબાવાડી-કેશોદ ખાતે રાખેલ છે. તેમજ નિલકંઠ મહાદેવ મંદિરે બપોરે થાળ ધરવામાં આવશે. કેશોદ દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ સંજયગિરી ગોસ્વામી (બિલ્ડર)ના જણાવ્યા અનુસાર પવિત્ર શ્રાવણ માસ નિમિતે નિલકંઠ મહાદેવ મંદિરે ધ્વધારોહણ અને જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમ સમાજ દ્વારા રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જ્ઞાતિ ભાઈ-બહેનોને સવારથી જ હાજર રહેવા પ્રમુખ સંજયગિરી ગોસ્વામી, લલિતગિરી ગોસ્વામી, ઉપપ્રમુખ અને મંત્રી જયેશગિરીની યાદીમાં જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL