કેસરીહિંદ પુલ પરથી ઝંપલાવી વેપારી લોહાણા યુવાનનો આપઘાતનો પ્રયાસ

June 12, 2019 at 5:01 pm


શહેરના કેસરહિંદ પુલ પરથી ઝંપલાવી વેપારી લોહાણા યુવાને આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ૧૦૮ અને એ–ડીવીઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા સાધુ વાસવાણી રોડ પર રહેતા અને એજન્સી રાખી ધંધો કરતો વેપારી યુવાન આજે ઘેરથી નીકળી જઈ આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કેસરી હિંદ પુલ પરથી અજાણ્યા યુવાને ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને ૧૦૮ દ્રારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે દોડી જઈ તપાસ કરતા યુવાન સાધુ વાસવાણી રોડ પર આવેલ સોપાન હેપી નામના એપાર્ટમેન્ટમાં રહેતો નીખીલ મુકુંદભાઈ ઠકકર ઉ.વ.૪૫ નામનો લોહાણા વેપારી યુવાન હોવાનું હોસ્પિટલે દોડી આવેલા તેના પરિવારજનોએ જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં નીખીલ ઠકકર સુપર મેકસ ટ્રેડ નામની એજન્સી રાખી ધંધો કરતો હોવાનું અને છેલ્લા કેટલાક સમયથી ગુમસુમ રહેતો હોય આજે સવારે ઘેરથી નીકળી ગયા બાદ આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી

Comments

comments