કે.જી.બેસીનમાં ગેસ મેળવવા રૂા.૧૩૮૪ કરોડના ખર્ચા સામે ગેસ મળ્યો ૯૦ કરોડનો

February 21, 2018 at 12:11 pm


કે.જી.બેસીને લઈને વિપક્ષ દ્રારા વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં મારો ચલાવ્યો છે વર્ષ ૨૦૧૫–૧૬માં અને ૨૦૧૬–૧૭માં ગેસ ઉત્પાદન મેળવવા પાછળ રૂા.૧૩૮૩.૭૪ કરોડનો જંગી ખર્ચ કર્યેા છે. પરંતુ વ્યાવસાયિક ધોરણે રૂા.૮૯.૮૮ કરોડ (જીએસપીસી)ના હિસ્સા, જેટલી કિંમતનો ગેસ મળ્યાનું પ્રશ્નોત્તરીમાં સ્વીકાર્યુ છે.

લાઠીના ધારાસભ્ય વીરજી ઠુંમરે ૩૧–૧૨–૨૦૧૭ની સ્થિતિએ કે.જી.બેસીનમાંથી વ્યાવસાયીક ધોરણે ગેસ ઉત્પાદન શરૂ કરવા માટે કરેલા ખર્ચની વિગતો માગી હતી જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લેખિત જવાબમાં જણાવ્યું છે કે, શરૂઆતમાં કે.જી.બેસીનમાંથી પ્રારંભીક ધોરણે ગેસ ઉત્પાદન કર્યુ હતું જે પછી ડાયરેકયર જનરલ ઓફ હાઈડ્રોકાર્બન ડી.જી.એચ. ભારત સરકારના ૩૦ માર્ચ ૨૦૧૭ના પત્ર દ્રારા ૧ એપ્રિલ ૨૦૧૭થી ગેસ ઉત્પાદનને મંજૂરી આપેલ જેમાં ૮૦ ટકા જીએસપીસીના શેર પ્રમાણે વર્ષ ૨૦૧૫–૧૬માં ૭૯૮.૭૫ કરોડ અને ૨૦૧૬–૧૭માં ૫૮૪.૭૫ કરોડ અને ૨૦૧૬–૧૭માં ૫૮૪.૯૯ કરોડની રકમ ખર્ચ કરવામાં આવેલી જેની સામે ૩૧–૧૨–૨૦૧૭ની સ્થિતિએ ૮૯.૮૮ કરોડનો ગેસ મળ્યો હોવાનું લેખિતમાં કબૂલ્યું છે.

ઘોઘા–દહેજ ખાતે ટર્મિનલ બાંધવાનું કામ ૯૭ ટકા પૂર્ણ થયેલું છે. કેપીટલ ડ્રેજિંગનું કામ ૮૫ ટકા પૂર્ણ થયુ છે. અત્યાર સુધક્ષમાં રૂા.૫૦૬.૩૫ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. માર્ચ–૨૦૧૮ રાખવામાં આવ્યું છે

Comments

comments

VOTING POLL