કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રની નીકળી અંતિમયાત્રા: વિજય રૂપાણી સહિતના નેતાઓ હાજર

May 19, 2019 at 12:34 pm


પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રની આજે અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમ વિધિમાં રાયના સીએમ વિજય પાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લલિત કગથરાના નિવાસ સ્થાનેથી લલિત કગથરાના પુત્ર વિશાલની અંતિમ યાત્રા નીકળી હતી, ત્યારે ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.
તમને જણાવી દઇએ કે, પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા પુત્રોને શનિવારે અકસ્માત નડો હતો. અકસ્માતમાં લલિત કગથરાના બે પુત્રો પૈકી એક પુત્રનું મોત નીપયું હતું. યારે અન્ય પુત્ર ઘાયલ થયો હતો.
લલિત કગથરાના પુત્રની આજે અંતિમયાત્રામાં ઉપસ્થિત રહેલા સીએમ વિજય પાણીએ જણાવ્યું હતું કે, લલિતભાઇ અને ઇલાબહેન પર દુ:ખના વાદળો તૂટી પડા હોય તેવી ઘટના છે. લલિતભાઇ અને ઇલાબહેન સાથે મારા જૂના અને પારિવારીક સંબંધો છે. હત્પં મેયર હતો ત્યારે ઇલાબહેન ભાજપના કોર્પેારેટર હતા. ભગવાન વિશાલના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુ:ખ ઝીલવાની શકિત આપે તેવી પ્રાર્થના કં છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમાચાર માની ન શકાય તેવા હતા. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુ:ખ ઝીલવાની શકિત આપે તેવી પ્રાર્થના કં છું

Comments

comments

VOTING POLL