કોંગ્રેસની સભા સ્થળ નજીક બોલેરો પલ્ટી : બેથી ત્રણને ગંભીર ઇજા

April 15, 2019 at 2:17 pm


મહત્પવા તાલુકાના આસરાણા ગામ નજીક કોંગ્રેસ અધ્યક્ષ રાહત્પલ ગાંધીની ચૂંટણી જાહેર સભા યોજાઇ છે એ સ્થળ નજીક આજે બપોરે જી.જે.૪ એ.ટી. ૪૨૮૬ નંબરની બોલેરો પિકઅપ વાન અચાનક પલ્ટી મારી ગઇ હતી આથી તેમાં સવાર પૈકીના બે થી ત્રણ મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ વાન મારફત તાકીદે સારવારમાં ખસેડવામાં આવેલ. બોલેરો પિકઅપ વાન આસરાણા ચોકડી નજીક પહોંચી ત્યારે અચાનક કોઇ કારણોસર પલ્ટી મારી ગઇ હતી. આ બોલેરો પિકઅપ વાન રાહત્પલ ગાંધીની સભામાં આવતી હતી કે અન્યત્ર જતી હતી તે અંગેની કોઇ સ્પષ્ટ્રતા થઇ નથી. હાલાકી સભાના બંદોબસ્તમાં રહેલો પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને રાહત કામગીરી હાથ ધરી ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો.

Comments

comments

VOTING POLL