કોંગ્રેસનું પ્રદેશ માળખું વિખેરી નાખી કર્મઠ કાર્યકરોને જવાબદારી સોંપાશે

July 22, 2019 at 11:35 am


લોકસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધા બાદ સર્જાયેલી અસમંજસભરી પરિસ્થિતિ નો આ સપ્તાહમાં ઉકેલ આવી જશે તેવો દાવો કોંગ્રેસના ઉચ્ચસ્તરીય વર્તુળો દ્વારા થઇ રહ્યો છે. કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતૃત્વનું સંકટ ટળી ગયા બાદ ખૂબ જ વહેલી તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નું જમ્બો માળખું વિખેરી નાખી પક્ષના કર્મઠ અને ખાસ કરીને યુવા કાર્યકરોને સંગઠનની મુખ્ય જવાબદારીઓ સોપવામાં આવશે તેવા નિર્દેશો સાંપડી રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિકટવર્તી સુત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી પક્ષમાં સર્જાયેલી અસમંજસ ભરી પરિસ્થિતિનો આ સપ્તાહમાં નિવેડો આવી જશે.
રાહુલ ગાંધીના રાજીનામા બાદ પક્ષ દ્વારા કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાતા ન હતા જેની સીધી અસર ખાસ કરીને ગુજરાત જેવા રાજ્ય પર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની અડધો ડઝન કરતાં પણ વધુ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉમેદવારોની પસંદગી માંડીને અનેક પ્રકારના મહત્વના નિર્ણયો લઈ શકાય તેમ ન હતા. લોકસભાની ચૂંટણી કારમા પરાજય બાદ ગુજરાતમાં રાજ્ય સભા ની બેઠકોની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસને મળેલી સજ્જડ હાર બાદ ગુજરાત કોંગ્રેસ પણ મૂછર્મિાં ધકેલાઇ ગઇ છે. હવે જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વનો ગૂંચવાયેલો મુદ્દો ગણતરીના દિવસોમાં જ ઉકેલાઇ જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને ફરી અસરદાર બનાવવા પ્રદેશ સંગઠનનું માળખું વિખેરી નાખી સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવાનો એક મજબૂત પ્રયાસ હાથ ધરાશે જેમાં પ્રજામાં સ્વચ્છ પ્રતિભા ધરાવનાર અને જૂથવાદથી દૂર રહેનાર પક્ષના કર્મઠ કાર્યકરોને સંગઠનની જવાબદારી સોપાશે તેમ નિશ્ચિત મનાઇ રહ્યું છે.

ગઈકાલે રવિવારે યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ઝાઝી સફળતા મળે તેવા કોઈ રાજકીય સંકેતો મળી રહ્યા નથી કોંગ્રેસના ટોચના નેતાઓ પણ જૂનાગઢમાં ભાજપ્નો વિજય થશે તેમ અંદરખાનેથી સ્વીકારી રહ્યા છે આ સ્થિતિમાં પરાજયની હેટ્રિક કરનાર કોંગ્રેસને રાજકીય રીતે જીવંત રાખવી હશે તો પ્રદેશ સંગઠનને કડવો અને હેવી ડોઝ આપ્યા સિવાય અન્ય કોઈ રાજકીય વિકલ્પ બચ્યો નથી તેમ પણ કોંગ્રેસના સુત્રો જણાવી રહ્યા છે.

Comments

comments

VOTING POLL