કોંગ્રેસનો યુ-ટર્ન: પીએમ પદ માટે અન્ય નેતાને પણ અમે સ્વિકારશુ

July 25, 2018 at 10:39 am


કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીને વડા પ્રધાનપદ માટેના ઉમેદવાર જાહેર કરશે એવું વલણ જાહેરમાં કોંગ્રેસનું છે પણ એ આરએસએસની પશ્ર્ચાદભૂ વગરના કોઇપણ પક્ષના ઉમેદવારને વડા પ્રધાનપદનો ઉમેદવાર બનાવવા તૈયાર હોવાની વાત જાહેર કરી હતી.
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ્ને 2019માં ફરીથી સત્તા પર આવતો રોકવા માટે કોંગ્રેસ રાજ્યોમાં વિવિધ પક્ષો સાથે જોડાણ કરવા વિશે વિચારશે.
શું રાહુલ ગાંધી મહિલા ઉમેદવાર માટે વડા પ્રધાનપદ જતું કરવા તૈયાર થશે વાળા સવાલના જવાબમાં સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલને આરએસએસના ટેકા વગરના કોઇપણ પક્ષના કોઇપણ ઉમેદવારને વડા પ્રધાન બનાવવામાં કોઇ આપત્તિ નથી. સૂત્રોએ છેવટે જણાવ્યું હતું કે આવો જોઇએ પાસા કઇ રીતે પડે છે.
કોંગ્રેસે પણ દેશમાંથી ભાજપ સરકારના શાસનને તિલાંજલી આપવા સંસદમાં 274 પ્લસની તૈયારી સાથે કોંગ્રેસની વિચારધારા સાથે સંમત અન્ય રાજકીય પક્ષો સાથે વાટાઘાટનો પ્રારંભ કરી દીધો હોવાનું કોંગ્રેસ સંબંધિત સૂત્રોએ જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL