કોંગ્રેસ શાસિત પંચાયતોના પદાધિકારીઓની બે દી’ની શિબિર

August 28, 2018 at 12:43 pm


રાજ્યના કોંગ્રેસ શાસિત પંચાયતોના પદાધિકારીઓની બે દિવસની તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના પેથાપુર-રાંધેજા રોડ પર આવેલી મોદીવાડી ખાતે ખાસ કેમ્પ યોજાઈ રહ્યો છે જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી હાજરી આપીને માર્ગદર્શન આપશે.
રાજ્યની વિવિધ 250થી પંચાયતોના પદાધિકારીઓને આ તાલિમ શિબિરમાં હાજરી આપવા માટે પ્રદેશ કોંગ્રેસ કાયર્લિયથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં પંચાયતી રાજના નિષ્ણાંતો, વિશેષ પ્રવચન, પ્રશ્ર્નોત્તરી યોજવામાં આવનાર છે.
ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન બૂથ લેવલનું પ્લાનિંગ પાર પાડવાની રણનીતિ હાથ ધરવામાં આવનાર છે. ઉપરાંત નગરપાલિકાઓની પેટા ચૂંટણીમાં કામે લાગી જવાની સૂચના આપવામાં આવશે.
આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન વધુને વધુ લોકો સુધી પહોંચવાની રણનીતિના ભાગપે આ શિબિર યોજવામાં આવી છે. આક્રમક રણનીતિને ધ્યાનમાં રાખીને જનમાનસ સુધી વર્તમાન મોદી સરકારની ખામીઓ લઈ જવા તેમજ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવો વધતી મોંઘવારીને લઈને આવતા દિવસોમાં જાહેર કાર્યક્રોની પ્રાથમિક તૈયારી શ કરવામાં આવનાર છે. જેને લઈને આ શિબિરનું આયોજન થયું છે.

Comments

comments

VOTING POLL