કોંગ્રેસ સત્તા ઉપર આવશે એ નકકી, ભાજપના કૌભાંડોની તપાસ કરાવશું: અહેમદ પટેલ

April 20, 2019 at 4:32 pm


લોકસભાની ચૂંટણી સંદભે આજે રાજકોટ મુલાકાતે આવેલા રાષ્ટ્ર્રીય કોંગ્રેસના ખજાનચી અને રાયસભાના સભ્ય અહેમદ પટેલે એવો વિશ્ર્વાસ વ્યકત કર્યેા હતો કે, ૨૩મી મેએ લોકસભાના પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવશે અને તેના નેતૃત્વમાં યુપીએની સરકાર રચાશે એ નકકી છે. કોંગ્રેસની સરકાર સત્તા ઉપર આવશે પછી છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપ સરકારે કરેલા કૌભાંડોની તપાસ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મોદી સરકારે મોટા–મોટા વાયદાઓ કર્યા હતાં પરંતુ તે પાડયા નથી અને લોકો સરકારના વહીવટથી ત્રાસી ગયા છે. તેમણે નોટબંધી અને જીએસટીને મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા પણ ગણાવી હતી.

રાજકોટમાં પત્રકારો સાથે વાતચીત કરતાં અહેમદ પટેલે કહ્યું હતું કે, ભાજપ સરકારની પાંચ વર્ષની કામગીરીથી મહિલાઓ, વિધાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો અને દલિતો સહિતના તમામ વર્ગેા દુ:ખી છે. ભાજપે આ બધાને ૨૦૧૪માં મોટા–મોટા વચનો આપ્યા હતાં. પરંતુ તે પાળ્યાં નથી. ઉલ્ટાનું મોદી સરકાર કોંગ્રેસ પાસે કામગીરીનો હિસાબ માંગે છે. હું સ્પષ્ટ્ર કહું છું કે, ૨૩મી મેએ પરિણામો આવ્યા પછી નરેન્દ્ર મોદીના નામની માજી વડાપ્રધાન લખાઈ જશે.

તેમણે એવો આક્ષેપ કર્યેા હતો કે, જીએસટી જે રીતે લાગુ કરવામાં આવ્યો છે તેનાથી વેપારી અને સામાન્ય લોકોની મુશ્કેલીનો વધારો થયો છે. સરકારે બહેનો માટે ઉજજવલા યોજના જાહેર કરી ગેસ કનેકશન આપ્યા પરંતુ ગેસના બાટલા મોંઘા કરી મૂકયા છે. આવી સ્થિતિમાં દેશની જનતા તેમને બીજી ટર્મ માટે સત્તા નહીં સોંપે.

તેમણે આક્ષેપ કર્યેા હતો કે, મોદી સરકારની કથની અને કરનીમાં ફેર છે. આતંકવાદી સામે લડવાની તેનામા તાકાત નથી અને જે લડે છે તેની સામે સાધ્વીપ્રજ્ઞા જેવા નેતાઓ મનધડત આક્ષેપો કરે છે. તેમણે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાંથી ૨૦ કરોડ રૂપિયા રોકડા મળવાની ઘટનામાં ઈડીએ જે તપાસ કરવી હોય તે કરી શકે છે. હું અને મારી પાર્ટી કોઈપણ તપાસનો સામનો કરવા માટે તૈયાર છીએ.
ગુજરાત ભાજપના કાર્યાલય ‘કમલમ’ માંથી નોટબંધી દરમિયાન જે રીતે કરોડો રૂપિયાની નોટ બદલવામાં આવી હતી તેના પુરાવા સામે આવ્યા છે અને આ આખા મામલાની તપાસ થવી જોઈએ. હાદિર્ક પટેલ સાથે થયેલી લાફાવાળીને તેમણે કમનસીબ ગણાવી હતી અને કહ્યું હતું કે આ ઘટના શરમજનક છે. ભાજપના નેતાઓને લોકશાહીની વાતો કરવાનો કોઈ અધિકાર નથી.

આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય જાવેદ પીરઝાદા, કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા, શહેર પ્રમુખ અશોક ડાંગર, મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ડો.હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, વશરામ સાગઠિયા, હિતેશ વોરા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં

ટિકિટ આપવામાં કોંગ્રેસે વધુ કાળજી લેવાની જરૂર છે
કોંગ્રેસના ઘણાં ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તે બાબતે પૂછતાં અહેમદ પટેલે નિખાલસતાપૂર્વક કહ્યું હતું કે, કોંગ્રેસે જે–તે સમયે ટિકિટની વહેચણીમાં કાળજી રાખવાની જરૂર હતી. જે લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે તે અંગત સ્વાર્થ ખાતર ગયા છે અને પ્રજા તેમને સબક શીખાવશે. આ વખતે લોકસભામાં ટિકિટ આપવામાં પણ મહિલા ઉમેદવારોને વધુ ટિકિટ આપવાની જરૂર હતી તેવું પણ અહેમદ પટેલે કબૂલ્યું હતું

 

Comments

comments