કોંગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂત-મધ્યમવર્ગ માટે અલગ બજેટ બનાવીશું: રાહુલ ગાંધી

April 15, 2019 at 7:49 pm


ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે એડીચૌટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. આજે રાહુલ ગાંધીએ ભાવનગરના મહુવા ખાતે આવેલ આસરાણા ચોકડી ખાતે જનસભાને સંબોધી ગુજરાત ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કયર્િ હતાં. જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ સૌ પ્રથમ મોડા આવવા બદલ માફી માગી હતી અને ત્યાર બાદ સભાને સંબોધન કરત કહ્યું હતું કે જનતાને વિશ્ર્વાસ હતો કે પાંચ વર્ષમાં મોદી કાંઇક કરી બતાવશે પરંતુ એવું કાંઇ થઇ શકયું નહીં મોદીએ પાંચ વર્ષમાં ખેડૂતો-યુવાનોને સધ્ધર કરવા જે વાયદાઓ આપ્યા હતાં તે આજે હજૂ પણ પૂર્ણ થયા નથી. વધુમાં ા.1પ લાખ લોકોના બેન્ક ખાતામાં આવશે તે પણ હજુ સુધી ન આવતા મોદીએ દેશના લોકોને દુ:ખ પહોંચાડયું છે. વધુમાં ભાજપની મોદી સરકાર પર પ્રહાર કરતા ઉમેર્યું હતું કે, પીએમએ લાખો કરોડો પીયા ખેડૂતો, મહિલાઓ અને લોકોના ખીસ્સામાંથી કાઢી લીધા છે.

છેલ્લાં 45 વર્ષ કરતા સૌથી વધુ બેરોજગારી આજે જેવા મળી રહી છે. રાહુલે કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવતા જ ન્યાય યોજના લાગુ કરી દેશે અને દેશના મધ્યમ વર્ગના લોકોને ઇન્કમ ટેકસમાંથી મુક્તિ અપાવીશું અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજેસ્થાનની જેમા ખેડૂતોના દેવા માફ કરીશું. કોંગ્રેસની સરકાર આવશે તો મધ્યમવર્ગ અને ખેડૂતો માટે એમ બે બજેટ હશે. અમે જયારે જયારે ગરીબો માટે કંઇ કરવાનું કર્યું છે ત્યારે મોદી પૂછે છે પૈસા કયાંથી લાવશો ?. અમે પૈસા પ્રજાના ખીસ્સામાંથી નહીં ભાગેડુઓના ખાતામાંથી લાવીશું કહી વળતો જવાબ આપ્યો હતો.

Comments

comments