કોંગ્રેસ હજુ ડેમેજ કંટ્રોલમાં ગોથા ખાય છે ત્યારે ભાજપે બુથ મિટિંગથી માંડીને ડોર ટુ ડોર સંપર્ક કરી નાંખ્યો

April 12, 2019 at 11:18 am


લોકસભાની ગુજરાતની ૨૬ બેઠકો માટેની ચૂંટણીને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપના ચક્રવ્યૂહમાં કોંગ્રેસ આબાદ રીતે સપડાઈ ગઈ હોવાના સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસના લગભગ એક ડઝન જેટલા ધારાસભ્યો અને અનેક આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે જેમાં સૌથી વધુ અસર અલ્પેશ ઠાકોરે જે રીતે કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે તેનાથી હચમચી ઉઠી ઉઠેલી કોંગ્રેસ હજુ ડેમેજ કંટ્રોલ માંથી નવરી પડી નથી ત્યાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં બુથ લેવલની મીટીંગથી માંડીને ડોર ટુ ડોર સંપર્ક, સ્થાનિક રેલીઓ, પૂર્ણકાલીન વિસ્તારકો દ્રારા થતી કામગીરી વગેરે ઉપરાંત યુવા મોરચા, મહિલા મોરચા તથા વિવિધ સેલ ના પદાધિકારીઓની સ્થાનિક સ્તરે યોજાતી મીટીંગ નો સમગ્ર ગુજરાતમાં પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો હોવાનો દાવો ભાજપનાં સૂત્રો દ્રારા કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્યો તથા આગેવાનોને તોડવા ભાજપે બિછાવેલી જાળમાં કોંગ્રેસ આબાદ રીતે સપડાઈ ગઈ છે. રોજબરોજ કોંગ્રેસમાં પડી રહેલા ગાબડાંઓ ખુલાસો કરવા ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓના દિલ્હી સુધી ના આંટાફેરા વધી ગયા છે અને પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ના એસી ચેમ્બરમાં બેસી ભાજપ એ કરેલા ઘા ઉપર મલમ લગાવી રહ્યા છે ત્યારે ભાજપે ખૂબ જ મક્કમ રીતે અને સફળતાપૂર્વક ચૂંટણી પ્રચારનો પ્રથમ રાઉન્ડ પૂરો કરી દીધો છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર અમાં બુથ નેટવર્ક ખૂબ જ મજબૂત છે અને પક્ષના પ્રદેશથી માંડીને દિલ્હી નેતાઓએ તૈયાર કરેલા માઈક્રો પ્લાનિંગ મુજબ અમે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. જેમાં મતદારોનો વ્યકિતગત સંપર્ક કરી તમને ભાજપને શા માટે મત આપવો તે અંગે સમજાવી રહ્યા છીએ તથા વધુમાં વધુ મતદાન કરવા ની પણ અપીલ કરી રહ્યા છે.
ભાજપના સૂત્રોએ એવો પણ દાવો કર્યેા હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્ર્રીય પ્રમુખ અમિત શાહ તથા ભાજપના દિગ્ગજ નેતાઓની ચૂંટણી રેલીઓ ને બાદ કરતા ભાજપના બુથ લેવલ ના કાર્યકર થી માંડીને જિલ્લા તાલુકા ના આગેવાનો, મંડલ સમિતિઓ, વિવિધ મોરચા તથા પ્રદેશના આગેવાનોએ ચૂંટણીપ્રચારનો પ્રથમ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે. અને ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા સુધીમાં કોઈપણ શહેર, તાલુકો, જિલ્લો કે ગામ ભાજપથી સંપર્કવિહોણું નહીં રહે તેવી પણ ચૂંટણીપ્રચારની જડબેસલાક યોજના અમલમાં મૂકવામાં આવી છે.
દરમિયાન કોંગ્રેસની છાવણીમાંથી પણ એવી વિગતો જાણવા મળે છે કે કોંગ્રેસના પ્રદેશના મુખ્ય નેતાઓ તથા પ્રભારી એ આખા ગુજરાતમાં મહેનત કરવાને બદલે યાં કોંગ્રેસને વધુ ફાયદો થઈ શકે તેવા ખાસ કરીને સૌરાષ્ટ્ર્ર અને ઉત્તર ગુજરાત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કયુ છે. આ ઉપરાંત કોંગ્રેસના મજબૂત ઉમેદવારો પણ પોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે.
રાહત્પલ ગાંધી તથા મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા ના ગુજરાતના ચૂંટણી પ્રચાર પ્રવાસ બાદ કોંગ્રેસની તરફેણમાં વધુ મજબૂત વાતાવરણ થશે તેઓ દાવો પણ કોંગ્રેસ દ્રારા કરવામાં આવી રહ્યો છે.
આ રીતે છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે ધીરે ધીરે ચૂંટણીલક્ષી વાતાવરણ પણ ગરમ બની રહ્યું છે અને હવે ૧૦ દિવસ સુધી ચૂંટણી પ્રચાર કઈં પરાકાાએ પહોંચશે તેમ પણ જાણવા મળે છે

Comments

comments