કોઇ બીજા દેશમાં પીએમ હોત તો મોદીને રાજીનામું આપવું પડ્યું હોતઃ નોટબંધી ઉપર કાેંગ્રેસનો હુમલો

September 8, 2018 at 10:46 am


પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નરેન્દ્ર મોદી સરકાર ઉપર નોટબંધી અને બેરોજગારી મુદ્દે ઘેરાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર દરેક મોરચા પર નિષ્ફળ રહી છે. તેમણે 2014માં કરેલા વચનોને પૂરાં નથી કરી શકી. તેઆે કાેંગ્રેસના વરિષ્ઠ સિબ્બલની પુસ્તક શેડ્સ આેફ ટુથના વિમોચનના પ્રસંગે આ નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે સિબ્બલે પણ કહ્યું હતું કે, જીએસટી ઉતાવળમાં લાગુ કરી દીધું છે. તેનાથી વ્યાપારીઆેને નુકસાન થયું છે. સિબ્બલે નોટબંધીની આલોચના કરતા કહ્યું હતું કે, મહાન નેતાએ 2014 પછી અમને નોટબંધી આપી જેનાથી 1.5 ટકા જીડીપીને નુકસાન પહાેંચ્યું છે. જો કોઇ બીજો દેશ હોત તો તેમને રાજીનામું આપવું પડéું હતો.

હાલની સરકાર હેઠળ તૈયાર કરવામાં આવેલા નોકરીના ડેટા અંગે મનમોહન સિંહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઆે શંકાસ્પદ હોવા ઉપરાંત તેની સામે સવાલ ઉઠે તેવા છે. દેશમાં મોટા પ્રમાણમાં રોજગાર ઊભો કરવામાં આવ્યો હોવાના મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આંકડાઆેથી લોકો પ્રભાવિત નથી થયા, એમ તેમણે કહ્યું હતું. નોટબંધી બાદ 99.03 ટકા ચલણી નોટો સિસ્ટમમાં પાછી ફરી હોવાની આરબીઆઇએ કરેલી જાહેરાતના ગણતરીના દિવસો બાદ મનમોહન સિંહે વર્ષ 2016માં જાહેર કરવામાં આવેલી નોટબંધીને મુદ્દે પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

વિદેશની બેંકોમાં પડી રહેલા અબજો રુપિયાનાં કાળાનાણાંને દેશમાં પાછાં લાવવા મોદી સરકારે આપેલા વચનને પૂરું કરવા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જીએસટીના ખૂબ જ ખરાબ અમલનો પણ તેમણે સરકાર પર આક્ષેપ કર્યો હતો. મેક ઇન ઈન્ડિયા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવા કાર્યકમોની આૈદ્યાેગિક ઉત્પાદનના વિકાસ પર અર્થપૂર્ણ અસર થવાની હજુ બાકી છે. તેમણે કહ્યું હતું કે સ્મોલ ઍન્ડ માર્જિનલ ઍન્ટરપ્રાઇઝ-એસએમઈને વેપારનાં સરળીકરણની યોજનાનો મહત્વનો લાભ મળવાનો હજુ બાકી છે.

Comments

comments