કોટડાપીઠાથી ગઢડા જતી કારનું ટાયર ફાટતા અકસ્માતમાં સત્સંગી બહેનનું મૃત્યુઃ બે મહિલાને ઈજા

August 16, 2018 at 12:24 pm


બાબરા તાલુકાના કોટડાપીઠા ગામના સ્વામીનારાયણ સત્સંગ મંડળ ગઢડા સ્વામીના ખાતે ધૂનમાં ગઢડા સ્વામીનારાયણ મંદિરે દર્શને જતા હતા ત્યારે તા.14ને મંગળવારે ખંભાળા ગામ પાસે િસ્વફટ કાર નં.જીજે5જે 270 નંબરની ગાડીનું ટાયર ફાટતા કાર બેકાબુ બની જતાં થાંભલા સાથે અથડાતા પાછળની સીટમાં બેઠેલા કાંતાબેન બાબુભાઈ ગજેરા ઉ.વ.58ને માથામાં ઈજા થતાં હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલે પહાેંચતા તેમનું મોત થયું હતું. તેમજ અન્ય બે મહિલા ભાવનાબેન જયંતીભાઈ ગજેરાને હાથમાં ફેકચર અને સાકરબેન નાથાભાઈ ગજેરાને સામાન્ય ઈજા થઈ હતી. જયારે આગળ બેઠેલા પુરૂષોનો ચમત્કારીક બચાવ થયો હતો.

Comments

comments

VOTING POLL