કોટડાસાંગાણીમાં પાણી વિતરણ ઠપ્પ: ગ્રામજનો હિજરત કરે તેવી સ્થિતિ

April 18, 2019 at 11:26 am


કોટડાસાંગાણીમા જાણે દુષ્કાળ પડયો હોઈ તેમ પાણીના ધાંધિયા શ થયા છે. પંચાયતના પાણીના સોર્સ ખુટી રહેવાથી દસ દિવસથી પાણી વિતરણ ઠપ્પ કરાતા ગ્રામવાસીઓમાં દેકારો બોલી ગયો છે અને પાણી માટે ગૃહિણીઓને ઠેર ઠેર ભટકવાનો વારો આવ્યો છે. ત્યારે પુરતા પ્રમાણમાં કોટડાસાંગાણીને નર્મદાનું પાણી પુ પાડવામાં નહીં આવતા પાણીના અભાવે ગામ લોકોને હિજરત કરવાની ફરજ પડે તેવી સ્થિતિનું નિમર્ણિ થયું છે.
એક તરફ કુવા અને બોરમાં પાણીના સ્તર ઉંચા આવ્યા નથી તેથી ગામ લોકો પંચાયત દ્વારા અપાતા જથ્થા પર જ નિર્ભર થયા છે પંચાયતના ચાર કુવા અને બોરમાં પાણીના સ્તર ડુકી જતાં પંચાયત દ્વારા એક દસ દિવસથી પાણી વિતરણ ઠપ્પ કરતા બાર હજારથી વધુ વસ્તી ધરાવતા કોટડાસાંગાણીમાં લોકોને પાણી વીના પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ મામલે પાણી પુરવઠાના અધિકારીઓ ઉડાઉ જવાન આપી રહ્યા છે હાલ તો ગામમાં પાણી વિતરણ ઠપ્પ કરી દેતાં ગામ લોકો અને ગૃહિણીઓમાં ભારે દાકારો બોલી ગયો છે. ગામના કુવા અને બોરમાં પાણીના સોર્સ ખુટી રહેવાથી પંચાયત દ્વારા પાણી વિતરણ બંધ કરાયું છે હજુ તો શ થયા છે તેથી કોટડાસાંગાણી માટે તંત્ર દ્વારા પાણીની કોઈ વ્યસ્થા કરવામાં આવશે કે મહિલાઓને પાણીની સમસ્યા વધઉ રઝળાવશે તે સવાલ ઉભો થયો છે.

Comments

comments

VOTING POLL