કોઠારિયા આરોગ્ય કેન્દ્રમાં મચ્છરનો બેફામ ઉપદ્રવઃ મહાપાલિકા બિમાર !

September 12, 2018 at 3:47 pm


રાજકોટ આખું જાણે કે મચ્છરોના અજગરી ભરડામાં સપડાઈ ચૂક્યું તેવી રીતે જ્યાં જુઆે ત્યાં ડેંગ્યુ ફેલાવતાં મચ્છરોના લારવા મળી રહ્યા છે ત્યારે હદ તો ત્યાં થઈ ગઈ કે જ્યાં લોકોની સારવાર કરવામાં આવે છે તે મનપાના કોઠારિયા આરોગ્ય કેન્દ્રમાં જ મચ્છરોનો બેફામ ઉપદ્રવ જોવા મળ્યો હતો ! આ જોતાં સ્પષ્ટ કહી શકાય કે મચ્છર મારવામાં નાકામ એવું મહાપાલિકાનું તંત્ર જ બિમાર પડી ગયું છે. દરમિયાન આ અંગે વોર્ડ નં.18ના કાેંગી કોર્પોરેટર મેનાબેન વંભભાઈ જાદવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યાનું જાણવા મળે છે. કોઠારિયા આરોગ્ય કેન્દ્રમાં એટલી હદે ઘાસ ઉગી નીકળ્યું છે અને તેમાં મચ્છરના ઝુંડ ઉડી રહ્યા છે.

Comments

comments

VOTING POLL