કોઠારિયા ગામના પાટિયા પાસે ટ્રકચાલકે બાઈકસવારને હડફેટે લેતાં યુવાનનું મોત

August 28, 2018 at 3:37 pm


ગાેંડલ રોડ પર કોઠારિયા ગામના પાટિયા પાસે નેશનલ હાઈ-વે સવિર્સ રોડ પર ટ્રકે બાઈકને ઠોકરે લેતાં બાઈકચાલક લોહાણા યુવાનનું મોત નીપજયું હતું. રાત્રીના શાપર-વેરાવળ કારખાનેથી છુટી ઘેર આવતો હતો ત્યારે અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે શાપરથી રાજકોટ નેશનલ હાઈ-વે સવિર્સ રોડ કોઠારિયા ગામના પાટિયા પાસે રાત્રીના ટ્રકચાલકે બાઈકને હડફેટે લેતાં બાઈકચાલક પ્રકાશ લક્ષ્મીદાસ કારિયા ઉ.વ.35 રોડ પર પટકાયો હતો જેથી તેને ગંભીર ઈજા પહાેંચતા યુવાનને સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રકાશ બે ભાઈ, ત્રણ બહેનોમાં નાનો અને કુંવારો હતો તે શાપર પાસે કારખાનામાં કામ કરતો હતો. રાત્રીના કામ પરથી છુટી કડિયાનગર-2માં પોતાના ઘરે પરત ફરતો હતો. ત્યારે અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે મૃતક યુવકના મોટાભાઈ દીપક કારિયાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે અકસ્માત સજીર્ નાશી જનાર ટ્રકચાલક સામે ગુનો નાેંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL