કોઠારિયા બન્યું કાદવનગરીઃ મહાપાલિકા સામે લડતની ચીમકી

August 27, 2018 at 5:15 pm


રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.18ના કોઠારિયા વિસ્તાર કાદવનગરી બની ગયો છે. એક મહિનાથી લગાતાર રજૂઆતો છતાં ઈસ્ટઝોન કચેરીના અધિકારીઆે અને ઈજનેરો દ્વારા કોઈ કામગીરી કરવામાં નહી આવતાં વોર્ડ નં.18ના તમામ રસ્તાઆે પર રબડીરાજ જોવા મળી રહ્યું છે. 25 સોસાયટીઆેમાં તાકિદે મોરમ પાથરવાની જરૂરિયાત છે પરંતુ તંત્રવાહકો કોઠારિયામાં સ્થળ નિરીક્ષણ માટે જવાની તસ્દી પણ લેતાં નથી. તંત્રની ઘોર બેદરકારીના પાપે તાજેતરમાં જ કોઠારિયામાંથી ડેંગ્યુના 28 કેસ મળી આવ્યા છે અને હજુ સઘન સફાઈ, મોરમ પાથરવી, દવા છંટકાવ, ફોગિંગ જેવી કામગીરી કરવામાં નહી આવે તો કોઠારિયામાં ભયાનક રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. વોર્ડ નં.18ના નગરસેવકો આક્ષેપ કરી રહ્યા છે કે તેમણે ડેપ્યુટી કમિશનર ચેતન ગણાત્રા, સિટી એન્જિનિયર ચિરાગ પંડયા અને હેલ્થ આેફિસર મનિષ ચુનારાને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી.
વિશેષમાં કોઠારિયાના વોર્ડ નં.18ના સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા ગામ તળ, જૂનું ગામતળ, ગુલાબનગર, રિિÙ સોસાયટી, ગણેશ પાર્ક, ગોપાલ પાર્ક, કોઠારિયા સોલવન્ટ, સીતારામનગર, હરિદ્વાર 1 અને 2, શિતળાધાર, શિતળાધાર મફતિયાપરા, મચ્છુનગર, ખોડિયારપરા, નુરાનીપરા, ત્રણ માળિયા ક્વાર્ટર્સ, રાધીકા રેસિડેન્સી, શિવમનગર ખાડો, શુભમ, નાગબાઈપરા, નારાયણનગર, જડેશ્વર, વેલનાથનગર, જયનગર, શ્યામકિરણ સોસાયટી સહિતના 24 જેટલા વિસ્તારોમાંથી ડેંગ્યુના 28 કેસ મળી આવ્યા છે. આ 28 કેસ પૈકી 18 દદ}આેએ ખાનગી દવાખાનાઆેમાં સારવાર લીધી છે. જ્યારે અન્ય 10 દદ}આેએ કોઠારિયા પોલીસ સ્ટેશન પાસે આવેલા મહાપાલિકાના આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી હોસ્પિટલોમાં સારવાર લીધી હોવાનું જાણવા મળે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી લગાતાર કોઠારિયા વિસ્તારમાં સફાઈ કરવા, દવા છંટકાવ કરવા, વરસાદના કારણે રસ્તા પર બેફામ ગંદકી થઈ ગઈ હોય મોરમ પાથરવા, મચ્છરના ઉપદ્રવને નાથવા માટે ફોગિંગ અને દવા છંટકાવ કરવા લગાતાર રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ મહાપાલિકા તંત્રની એક પણ શાખાની ટુકડી કોઠારિયા વિસ્તારમાં આવી નથી. રસ્તાની હાલત તો એટલી ખરાબ છે કે વાહન ચલાવવું તો દૂર ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. વહેલી તકે આરોગ્ય શાખા અને મેલેરિયા શાખાની ટુકડીઆે કોઠારિયા વિસ્તારમાં સર્વે કરે અને રોગચાળો ફેલાતો અટકાવે તેવી પ્રબળ લોકમાગણી ઉઠવા પામી છે.

Comments

comments

VOTING POLL