કોઠારિયા રોડ પર વ્યાજખોરોના ત્રાસથી યુવાને જાહેરમાં ફિનાઇલ ગટગટાવ્યું

December 7, 2018 at 3:41 pm


રાજકોટ શહેરમાં પોલીસની ધાક પ્રસરી રહી હોય વ્યાજખોરો જાણે બેફામ બન્યા હોય તેમ શહેરમાં અનેક યુવાનોને વ્યાજના વીષચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરી અનેક માનવ જીંદગીનો ભોગ લેનાર વ્યાજખોરો પોલીસની પકડની બહાર છે ત્યારે કોઠારિયા રોડ પર વધુ એક યુવાને વ્યાજખોરોના અસü ત્રાસથી કંટાળી જઇ જાહેરમાં ફીનાઇલ પી આપઘાતની કોશિશ કરતાં યુવાનને ગંભીર હાલતમાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ અંગેની જાણ ભિક્તનગર પોલીસમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર આવેલ હુડકો ચોકડી પાસે આશાપુરાનગર શેરી નં.11માં રહેતો મિતેશ હસમુખભાઇ મારૂ નામના યુવાને આજે સવારે 11 વાગ્યાના અરસામાં કોઠારિયા રોડ પર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઇ જાહેરમાં ફીનાઇલ ગટગટાવી લઇ આપઘાત કરવાની કોશિશ કરતાં 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવાન પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં તેણે લખ્યું છે કે, મારૂ નામ મિતેષ હસમુખભાઇ મારૂ છે અને તે વ્યાજના વિષચક્રમાં ફસાઇ ગયો હોવાનું અને વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતા હોવાથી તે આ પગલું ભર્યુ હોવાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુમાં લખ્યું છે કે, તેણે અગાઉ ભોયાભાઇ બાવાજી પાસેથી રૂા. 1 લાખને 20 ટકાના ઉંચા વ્યાજે લીધા હોય જે પૈસા આપી દીધા છે છતાં ભોયાભાઇ બાવાજીએ રાજુભાઇ દરબારને હવાલો આપી પઠાણી ઉઘરાણી કરી મારપીટ કરી ધાકધમકી આપી વધુ રકમ પડાવા પ્રયાસ કરતાં હોવાનું તથા પરેશભાઇ છૈયા નામના આહિર શખસ પાસેથી તેણે ટિકિટ પેટે રૂા.1,40,000 લીધા હોય અને 50 હજાર રોકડા પાછા આપી દીધા હોય અને દોઢ વર્ષથી તે હપ્તા ભરતો હોય છતાં પરેશ આહિર રૂા.1 લાખની કડક ઉઘરાણી કરતો હોય તથા રાજુભાઇ કડિયા પાસેથી તેણે રૂા. 1 લાખ 15 ટકાના ઉંચા વ્યાજે લીધા હોય અને રૂા પ0 હજાર રોકડા આપી દીધા હોય તથા ત્રણ વર્ષથી વ્યાજ સાથે હપ્તા ભર્યા હોય છતાં પણ રાજુભાઇ કડિયા ધાકધમકી આપી વધુ રકમ પડાવવા દબાણ કરતાં હોવાનું સ્યુસાઇડ નોટમાં મિતેષ મારૂએ લખ્યું છે.
બનાવ અંગેની જાણ ભિક્તનગર પોલીસ મથકે કરવામાં આવતાં પી.આઇ વી,કે.ગઢવી, રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે પ્રાથમિક તપાસ હાથ ધરી આપઘાતની કોશિશ કરનાર મિતેષ મારૂએ લખેલી સ્યુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL