કોઠારિયા સોલવન્ટમાં પાંચ શખસે વેપારીને ધોકાવી સ્કોર્પિયોમાં ગોબા પાડયા

February 2, 2018 at 4:17 pm


કોઠારીયા સોલવન્ટમાં ગતરાત્રે લગ્ન પ્રસંગમાંથી ઘેર જતા વેપારીને ધોકાવીને પાંચ નશાખોર ઈસમે તેની ગાડીમાં ધોકા મારી ગોબા પાડી દીધા હતા. બીજીબાજુ વેપારીએ પણ હુમલાખોર પૈકી એકને મેથીપાક ચખાડતા તેણે વળતી ફરિયાદ નાેંધાવી હતી.

કોઠારીયા સોલવન્ટ ગોપાલનગર શેરી નં.3માં રહેતા વેપારી હાજાભાઈ રણછોડભાઈ ભરવાડ ઉ.વ.37 ગઈકાલે શાપરમાં લગ્ન પ્રસંગ પતાવી સ્કોપ}યો ચલાવીને પરત ઘરે જતા હતા ત્યારે રસ્તામાં અમુક શખસો નશાની હાલતમાં ડિ»ગલ કરતા હતા. આ શખસોને સાઈડમાં રહેવાનું કહેતા ઉશ્કેરાયેલા યુવરાજ જાડેજા, સંજય સીપરીયા, શંકર રાઠોડ, ગની રાવલ, નિમેશ રાજપુત રહે. કોઠારીયા સોલવન્ટે હાજાભાઈને ઢીકાપાટૂનો માર માર્યો હતો અને બે શખસોએ છરી વડે હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો. ઉપરાંત આ હુમલાખોરોએ ધોકા ઝીકીને હાજાભાઈની સ્કોપ}યોમાં ગોબા પાડી નાખ્યા હતા. હુમલાખોર શખસો પીધેલી હાલતમાં હોવાનું હાજાભાઈએ જણાવ્યું હતું.

બીજીબાજુ સંજય વિજય સીપરીયાએ નાેંધાવેલી ફરિયાદ મુજબ તે અને તેના મિત્રો રસ્તા પર મસ્તી કરતા હતા ત્યારે હાજા ભરવાડ અને અન્ય શખસે સ્કોપ}યો ઉભી રાખીને યુવાનને ફડાકાવાળી કરી ઉપરાંત ખુનની ધમકી આપી ધોકાથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો.

Comments

comments

VOTING POLL