કોઠારિયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડમાં રહેતી યુવતીનું બિમારી સબબ મોત

December 7, 2018 at 3:27 pm


ગાેંડલ રોડ પર આવેલા કોઠારિયા સોલ્વંટ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાર્ટરમાં રહેતી મનિષા ચતુરભાઈ પાટીલ (ઉ.વ.32) ગઈકાલે સાંજે પોતાના ઘરે બેભાન થઈ જતાં સારવાર અથ£ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ જાહેર કરેલ છે. બીજા બનાવમાં શહેરના કેસરીહિન્દ પુલ નજીક આઈ.પી.મિશન સ્કૂલ પાસે પોપટભગત ગરબી ચોકમાં ફૂટપાથ ઉપર કોઇ કારણોસર મહિલા ફિનાઈલ પીધેલી હાલતમાં પડેલી હતી.
આ અંગેની માહિતી પ્રમાણે શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતી સોનલ દિનેશભાઇ ધંધુકીયા (ઉ.વ.40) ગઈકાલે બપોરે 4 વાગ્યા આસપાસ કેસરીહિન્દ પુલ નજીક આવેલા આઈ.પી.મિશન સ્કૂલ પાસે ફૂટપાથ પર કોઈ કારણોસર ફિનાઈલ પીધેલી હાલતમાં પડેલી મહિલાને 108 મારફત સારવાર અથ£ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL