કોઠારીયા રોડ પર નાળોદાનગરમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયુંઃ ચાર મહિલા સહિત છની ધરપકડ

November 28, 2018 at 4:17 pm


શહેરના કોઠારિયા રોડ પર નાળોદાનગરમાં મહિલા સંચાલિત જુગારધામ ઉપર ભિક્તનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતી ચાર મહિલા સહિત છની ધરપકડ કરી રૂા.15080ની રોકડ કબજે કરી હતી.
મળતી વિગતો મુજબ શહેરના કોઠારિયા રોડ પરના નાડોદાનગર શેરી નં.7માં રહેતી સપનાબેન પરબતભાઈ બવના મકાનમાં બાતમી પરથી ભિક્તનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતી મકાન માલિક સપનાબેન ઉપરાંત હંસાબેન ડાયાભાઈ ડાવેરા રહે.નવલનગર, અંબાબેન દિનેશભાઈ અઘેરા રહે.મવડી રોડ જયોત્સનાબેન મનસુખભાઈ છેલછાડા રહે.શિક્તનગર તથા સુનિલ દિનેશ રાઠોડ રહે.પુનીતનગર ગાેંડલ રોડ તેમજ મહેશ ગાંડુ કાપડી રહે.આશાપુરાનગરને 15080ની રોકડ કબજે કરી હતી ભિક્તનગર પોલીસના પીઆઈ વી.કે.ગઢવી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Comments

comments

VOTING POLL