કોડીનારઃ પાંચ પીપળવા ગામે ખનીજચોરી અટકાવવાનું કહેનારને માર પડયો

July 18, 2019 at 11:30 am


કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામે નદીમાંથી રેતી ભરવાની ના પાડનાર ઉપર ખનીજચોરોએ હુમલો કરતાં આ બાબતે કોડીનાર પોલીસમાં ફરિયાદ થઈ છે.
આ બનાવની વિગત એવી છે કે, કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામે સાંગાવડી નદીના કિનારે બેટીયાની સીમમાં વિજયસિંહ ઉદયસિંહ ડોડિયા નામના ખેડૂત જમીન ધરાવે છે. તા.15-7ના રાત્રીના 11 વાગ્યે મોલનું રખોપું કરવા પોતાની વાડીએ જઈ રહ્યા હતા તો રસ્તામાં નદી આવે છે તેમાંથી જશપાલ વજુભાઈ ડોડિયા અને સંદીપ સુભાષભાઈ ડોડિયા નામના ઈસમો ખનીજચોરી દ્વારા નદીની રેતી ટ્રેકટરમાં ભરાવી રહ્યા હતા.
વિજયસિંહે આ બાબતે વિરોધ કરી રેતી ચોરી બંધ કરવા જણાવ્યું હતું. તો આ ઈસમોએ નદી તારા બાપની છે ં તેમ કહી હડધૂત કરી રેતી ભરવા લાગ્યા હતા. વિજયસિંહે આ બાબતે પોલીસને જાણ કરવાનું કહેતા બન્ને ઈસમો વિજયસિંહ ઉપર હોકી વડે હુમલો કરતાં તેઆેને ઈજા થતાં કોડીનાર સારવાર અથ£ ખસેડેલ છે.
આ બાબતે વિજયસિંહે કોડીનાર પોલીસમાં ફરિયાદ નાેંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL