કોડીનારના મુળ દ્રારકામાં દરિયો ગાંડોતુર: ઘરોમાં પાણી ઘુસ્યા

June 12, 2019 at 11:17 am


સમગ્ર રાયમાં વાયુ વાવાઝોડાની સંભવીત આગાહીના પગલે ગામે ગામ સ્થળાંતર ચાલી રહ્યું છે. દરમિયાન કોડીનાર પંથકમાં આવેલ મુળ દ્રારકાનો દરિયો ગાંડોતૂર થતાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતાં. આજે વહેલી સવારે કોડીનાર પંથકમાં મેઘરાજાનું પણ આગમત થયું હતું. ઝરમર વરસાદ બાદ મૂળ દ્રારકા બંદરમાં આવેલ દરિયો ગાંડોતૂર થતાં જેટી વિસ્તારમાં આવેલ આવાસોમાં પાણી ઘૂસ્યા હતાં.
સંભવીત વાવાઝોડાના પગલે તત્રં અગાઉથી જ સતર્ક હતું. જેટીમાં આવેલા મકાનો અગાઉથી જ ખાલી કરાવી દેવાયા હતાં. તેમજ મુળ દ્રારકાની આસપાસ આવેલ ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. છારા ગામેથી પણ ૧૫૦ લોકોનું સ્થળાંતર ચાલી રહ્યું છે

Comments

comments

VOTING POLL