કોડીનારની પરિણીતા પર ગેંગ રેપ કરનાર પાંચ ઝડપાયા

May 25, 2019 at 11:16 am


ઉના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે કોડીનાર ગામે રહેતી પરિણીતા ઉપર 3 માસ પહેલા ફોન કરી ઉના બોલાવી મોટર સાઈકલ પાછળ ઉનાનાં શખસો નિલેશ બાબુભાઈ બાંભણિયા (રે.ઉનાવાળો) લઈ દ્રોણ ગામની સીમમાં એક વાડીના મકાનમાં મમાં ગોંધી રાખી ગેંગ રેપ કરેલ અને મોબાઈલમાં વીડિયો ઉતારી ધમકી આપી હતી તેની ફરિયાદ ઉના પોલીસમાં દાખલ કરેલ હતી. જેની તપાસ ઉનાનાં પોલીસ ઈન્સ્પેકટર દિલીપસિંહ ડી.ગોહિલ તથા ડીસ્ટાફ સાથે સઘન તપાસ કરી ગણતરીના કલાકોમાં આ સામૂહિક દુષ્કર્મનાં પાંચ આરોપીઓને દબોચી લઈ ઉના લાવી સફળતા મેળવી છે. પકડાયેલ આરોપીમાં નિલેશ બાબુભાઈ બાંભણિયા (રહે. ઉના), સંદિપ ધેલાભાઈ સાંખટ અક્ષયગીરી હસમુખગીરી ગૌસ્વામી (રહે.મોરવડ, તા.ઉના), મનુભાઈ ધીભાઈ ચૌહાણ (રહે.દ્રોણ, તા.ગીરગઢડા), યાસીન ઈસાભાઈ (રહે.સાસણ, તા.મેંદરડા)વાળાને પકડી કયા આરોપીની કઈ ભૂમિકા હતી તેની તપાસ કરી રહ્યાં છે.

જાણવા મળતી વિગત મુજબ કોડીનારની પરિણીતાના પ્રથમ લગ્ન કોડીનાર થયા હતા ત્યાર બાદ ઉના તાલુકાના આમોદ્રા ગામે થયેલ અને સંતાનમાં બે બાળકો છે. પતિનું અવસાન થતાં હાલ કોડીનાર માવતરને ત્યાં રહે છે. તમામ આરોપીને આવતીકાલે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.

Comments

comments

VOTING POLL