કોડીનારમાંથી રોકડ 1.28 લાખ ભરેલા થેલાની ચોરી

February 1, 2018 at 1:10 pm


કોડીનારમાંથી વધુ એક ચોરીની ફરિયાદ ગઈકાલે કોડીનાર પોલીસમાં નાેંધાઈ છે.

આ બનાવની કોડીનાર પોલીસ સ્ટેશનના પીએસઆે ધમભા પરમારે આપેલ વિગત મુજબ કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામના રહીશ નારણભાઈ વરજાંગભાઈ પરમાર કે જેની દુકાન કોડીનાર રેલવે ફાટક પાસે સાગર એન્ટરપ્રાઈઝ નામે આવેલી છે. ગત તા.17-1-18ના રોજ સવારના તેનો દીકરો યોગેશ ઘરેથી દુકાનના વેપારના રોકડ રૂા.1,28,000 તથા હિસાબના બે ચોપડા થેલામાં રાખી તેઆેની દુકાને ટેબલના ખાનામાં રાખી જાફરાબાદના કેરાલા ગામે શિક્ષક તરીકેની ફરજ બજાવતા હોય તે થેલો મુકીને જતો રહ્યાે હતો ત્યારે નારણભાઈ જ્યારે 10 વાગ્યે તેની દુકાને આવી ટેબલના ખાનામાં થેલો તથા રૂપિયા પડેલ હતા અને બપોરના એકાદ વાગ્યે તેઆે તેની દુકાન ખલી રાખી રેલવેના પાટા તરફ બાથરૂમ કરવા ગયેલ ત્યાર પછી અઢી વાગ્યે સરકારી હોસ્પિટલના કામ સબબ ગયેલ ત્યાંથી પરત દુકાને આવી સાંજના પાંચ વાગ્યે રૂપિયાની જરૂર પડતાં ટેબલનું ખાનુ ખોલતા તેમાં રાખેલ થેલો જોવા મળેલ નહી ત્યાર પછી તેઆે તપાસ કરતાં હતા પણ થેલો ન મળતા કોડીનાર પોલીસમાં ફરિયાદ નાેંધાવેલ છે. કોડીનાર શહેરમાં આવી અવારનવાર ઘટના બને છે પરંતુ પોલીસને કોઈ આરોપીના સગડ મળતા નથી. આબનાવની વધુ તપાસ પીએસઆઈ કે.એન. અઘેરા ચલાવી રહ્યા છે.

Comments

comments

VOTING POLL