કોડીનારમાં એસ.ટી.બસ સ્ટેન્ડ સામે ખાનગી વાહનોનો ગેરકાયદે અડ્ડો

April 22, 2019 at 12:09 pm


કોડીનાર પંથકમાં એસટી ડેપો પાસે ગેરકાયદે અડો જમાવીને ટાટા મેજીક જેવા ખાનગી વાહનો દ્રારા ગેરકાયદે હેરાફેરી કરાતી હોવા અંગે કોડીનાર એસટી ડેપો મેનેજરે કોડીનાર પોલીસમાં એક વિસ્તૃત પત્ર પાઠવી ડેપો આસપાસ અડો જમાવી રોફ જમાવતા ખાનગી વાહનચાલકો સામે પગલા ભરવા માગણી કરી છે.
એ માહિતી મુજબ કોડીનાર પંથકમાં આશરે ૩૦૦થી વધુ ખાનગી ટાટા મેજીક દ્રારા મુસાફરોની હેરાફેરી કરવામાં આવે છે. આ તમામ વાહનો કોડીનારથી ઉના–વેરાવળ તતા સુત્રાપાડા પંથકમાં ચલાવાય છે. ટાટા મેજીક ચાલકો દ્રારા વધુ કમાઈ લેવાની લ્હાયમાં ૧૫થી ૧૭ જેટલા મુસાફરો ઠાસી ઠાસીને ભરવામાં આવે છે જે મુસાફરી જોખમ બની જાય છે. કોડીનાર શહેરની અંદર ટ્રાફિક સમસ્યા ખૂબજ છે. ત્યારે ટ્રાફિક પોલીસ કોડીનાર શહેરમાં ફરકતી નથી પરંતુ ઉના–વેરાવળ હાઈ–વે ઉપર નિયમિત પેટ્રોલિંગ કરે છે. એક અંદાજ મુજબ ગેરકાયદે ટાટા મેજીકમાં મુસાફરીની હેરાફેરી કરવા માટે મેજીકચાલકો ટ્રાફિક પોલીસને માસિક નિયમીત રૂા.૬૦૦નો હો આપે છે તેવી ચર્ચા ઉઠી છે.
મુસાફરોની હેરાફેરી કરતા આવા મેજીક ચાલકો મુસાફરો ભરવા બાબતની માથાકુટ–ઝઘડા કયારેક મોટુ સ્વરૂપ પણ ધારણ કરતા વાહનચાલકોના કારણે રાયના એસટી તંત્રને પણ ખુબજ મોટી નુકસાની વેઠવાનો વખત આવતો હોઈ કોડીનાર પંથકમાં ગેરકાયદે મુસાફરી કરતા વાહનચાલકો સામે પગલાં ભરવા અને કોડીનાર એસટી ડેપો ખાતે કાયમી પોલીસ બંદોબસ્ત મુકવા માગણી ઉઠી છે

Comments

comments