કોડીનારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા કડક કાર્યવાહીઃ વાહનચાલકોમાં ફફડાટ

September 12, 2018 at 11:31 am


કોડીનારમાં છેલ્લા ઘણાં સમયથી માથાના દુઃખાવા સમાન બની રહેલ ટ્રાફિક સમસ્યા હલ કરવા પોલીસ દ્વારા શહેરભરમાં સઘન ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પીએસઆઈ અઘેરા, ટ્રાફિકના મનુભાઈ, જશપાલભાઈ, ભુપતભાઈ સહિતના પોલીસ કાફલાએ ગીચ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ કરી ધુમબાઈક, લાઈસન્સ, મોટા હોર્ન અને ટ્રાફિકને અડચણરૂપ વાહન ચાલકો પર ધાેંસ બોલાવી 33 ગાડીને એનસી કેસ કરી સ્થળ પર 3300 રૂપિયાનો દંડ વસુલ કરવા ઉપરાંત બે ગાડી ડીટેઈન કરી કડક કાર્યવાહી કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. મહિલા પીએસઆઈ અઘેરાએ આવનારા દિવસોમાં પણ શહેરમાં ટ્રાફિક ઝુંબેશ જારી રાખી 18 વર્ષથી નીચેની વયના વાહન ચલાવનારા કિશોરો અને ટ્રાફિકને અડચણરૂપ કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL