કોડીનાર પાલિકાની સાત વોર્ડની 28 બેઠક માટે 68 મૂરતિયાઓ મેદાને

February 6, 2018 at 11:46 am


કોડીનાર નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠક માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ તરફથી 74 કોંગ્રેસ તરફથી 34 તથા 16 અપક્ષ મળીને કુલ 124 ફોર્મ ભરાયા હતા જેમાં ભાજપ્ના 28 ઉમેદવારો તેમજ કોંગ્રેસના 28 ઉમેદવારોને પ્રતિક ફાળવતા તેમજ 16 અપક્ષમાંથી ચાર અપક્ષના ફોર્મ ચકાસણી દરમિયાન નીકળી જતાં હવે 12 અપક્ષ સાથે કુલ 68 ઉમેદવાર મેદાને રહ્યા છે. એટલે કે 124 ભરાયેલા ફોર્મમાંથી 56 ઉમેદવારના ફોર્મ ચકાસણી દરમિયાન રદ થયા છે. આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો દિવસ છે ત્યારે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. હાલ વોર્ડ નં.1માં ભાજપ-4, કોંગ્રેસ-4 અને અપક્ષ 9 મળી વોર્ડ નં.2માં ભાજપ-કોંગ્રેસ અને 2 અપક્ષ મળીને કુલ 10, વોર્ડ નં.3માં 9 અપક્ષ સાથે 9, વોર્ડ નં.4માં એક અપક્ષ સાથે 9, વોર્ડ નં.5માં 2 અપક્ષ મળી કુલ 10, વોર્ડ નં.6માં 3 અપક્ષ મળીને 11 તેમજ વોર્ડ નં.7માં બે અપક્ષ સાથે કુલ 10 ઉમેદવારો રહ્યા છે.આમ, કોડીનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે તે નિશ્ર્ચિત છે. 28 ઉમેદવારો પૈકી 14 બેઠક પુરુષ અને 14 બેઠક સ્ત્રી માટે છે જેમાં કોંગ્રેસે દરેક વોર્ડમાં 14 પુરુષ અને 14 સ્ત્રી ઉમેદવાર રાખ્યા છે. જ્યારે ભાજપે સાતમાં વોર્ડમાં એક પુરુષ અને ત્રણ સ્ત્રી ઉમેદવાર સાથે 14 પુરુષ અને 15 સ્ત્રી ઉમેદવાર રાખ્યા છે.

Comments

comments

VOTING POLL