કોડીનાર પોલીસે કોટડા ગામે પેટ્રોલિંગ દરમિયાન 8 પ્યાસીઓને પકડી પાડી જેલ હવાલે કર્યા

August 30, 2018 at 11:21 am


કોડીનાર પોલીસ દ્વારા ગઇકાલે કેન્દ્રશાસીત પ્રદેશ વણાકબારાથી દાનો નશો કરીને આવતા 8 પ્યાસીઓને પકડી પાડી જેલ હવાલે કરાયા છે.
આ અંગેની વિગત મુજબ કેન્દ્રશાસીત પ્રદેશ વણાંકબારાથી દાનો નશો કરી વાહન ચલાવી કોટડા-કોડીનાર રોડ વચ્ચે છાસવારે અકસ્માતો સર્જી માનવજીંદગી હણતા દાડિયાઓ વિધ્ધ કોડીનાર પોલીસે સખ્ત પગલાં ભરવાનું શ કરતા પીએસઆઇ કે.એન.અઘેરા, એમ.પી.જાદવ, એન.એસ.બાબરીયા, પિયુષ ઝાલા વગેરે સ્ટાફે કોટડા ગામે ચેક પોસ્ટ ઉપર પેટ્રોલીંગ દરમિયાન દાનો નશો કરીને વાહન ચલાવીજે જતા અશ્ર્વિન લક્ષ્મણ ચૌહાણ, વિશાલ રામજી ચૌહાણ, વિપુલ શાંતી સોલંકી, વિશાલ રામજી ચૌહાણ, અવિનાશ લખમણ ચોહાણ, સંજય જેન્તી ચૌહાણ (રહે તમામ મુળ દ્વારકા, બહર) લાલા ભીખા મકવાણા અને પ્રવિણ સાંગુલ (રહે.બન્ને ભાવનગર)ને પકડી પાડી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાડિયાઓ વણાંકબારાથી નશો કરી હોડીમાં કોટડા આવી કોટડાથી નશામાં બેફામ વાહન ચલાવી માનવ જીંદગી સાથે ગંભીર ચેડાં કરી અકસ્માતો સર્જી રહ્યા હોય રોજ સેંકડોની સંખ્યામાં દાડિયાઓ આવક જાવક કરતા હોય પોલીસ રોજ કોટડા ચેક પોસ્ટ ઉપર દાડિયાઓ વિધ્ધ આવી કાર્યવાહી કરે તેવી લોક માગણી ઉઠવા પામી છે.

Comments

comments