કોમન GDCRનાં વાંધા–સૂચનો અંગે પરામર્શ કરવા ગાંધીનગરમાં બેઠક શરૂ

February 1, 2018 at 4:53 pm


ગાંધીનગર ખાતે આજે સવારે ૧૧ કલાકે નવા કોમન જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (જીડીસીઆર) મુદે નગરનિયોજકો, આકિર્ટેકસ, સિવિલ, એન્જિનિયર્સ, બિલ્ડર્સ અને ડેવલપર્સ વિગેરે સાથે ચીફ ટાઉન પ્લાનર અને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવના અધ્યક્ષસ્થાને વાંધા–સૂચનો સાંભળવા બેઠકનું આયોજન કરાયું છે જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રભરની મહાપાલિકાઓ અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટિઝના નગર નિયોજકો ઉપસ્થિત રહ્યાહતા.
વધુમાં આ અંગે સૂત્રોમાંથી પ્રા માહિતી મુજબ રાય સરકાર દ્રારા તા.૧૨–૧૦–૧૭થી રાયભરમાં અમલી બનાવાયેલા કોમન જીડીસીઆર સંદર્ભે રજૂ થયેલા વાંધા–સૂચનો અંગે પરામર્શ કરવાના હેતુથી આ બેઠક યોજવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નવા કોમન જીડીસીઆરમાં વિકાસ પરવાનગીમાં પ્રતિ ચોરસ મીટર દીઠ રૂા.૧૦૦ સુધીનો ચાર્જ વસુલી શકાય તેવી જોગવાઈ છે પરંતુ સ્થાનિક ઓથોરિટિ પોતાની વિવેકબુધ્ધિને આધિન દરો નિયત કરી શકે છે. અલબત તે માટે દરખાસ્ત કરી વધારો કે ઘટાડો કરવા મંજૂરી લેવાની રહે છે

Comments

comments

VOTING POLL